આજે અખાત્રીજ પર કરો સોનામાં શુભ રોકાણ

નવી દિલ્હી

અખાત્રીજના દિવસે સોનાની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે, પુરાણો મુજબ વૈભવના દેવ એવા કુબેરને આજના દિવસે સૌથી વધારે ધન-વૈભવ મળ્યું હતું, એટલે માનવામાં આવે છે કે અખાત્રીજે ખરીદી કરેલું સોનું હમ્મેશા બમણું થાય છે, પણ છેલ્લા બે વર્ષથી આ શુભ દિવસ પર કોરોનાનું સંકટ આવી પડ્યું છે, આવામાં દુકાને જઈ સોનું ખરીદવા લોકો થોડા ગભરાઈ રહ્યા છે, જોકે આજે અહીં તમારી મુંજવણ અમે દૂર કરીશું અને તમને સોનામાં રોકાણ કરવાના અન્ય ક્યા વિકલ્પો છે તેની જાણ કરીશું.

અખાત્રીજ પર સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે. કોરોના સંકટના કારણે પાછલા 2 વર્ષથી અખાત્રીજ ફીક્કી. મહારાષ્ટ્ર્માં લોકડાઉનના કારણે જ્વેલરી દુકાનો બંધ. મહારાષ્ટ્રમાં 1લી જૂન સુધી લોકડાઉન છે. લોકડાઉનના કારણે આશરે 60 હજાર કોટીનું નુકસાન છે. પાછલા વર્ષે માત્ર અડધા ટન સોનાનું વેચાણ થયું હતું. આ વર્ષે સરેરાશ 20% સોનાનું વેચાણ થાય તેવી આશા છે. હાલ ખરીદીનું પ્રમાણ 58% અને વેચાણનું પ્રમાણ માત્ર 29% છે. જ્વેલર્સનું ફોન અને ઓનલાઈન વેચાણ પર ફોકસ છે. ગોલ્ડ બોન્ડ અને ETF જેવા રોકાણના વિકલ્પ છે.

લગ્ન સીઝન હોવાથી આ વર્ષે જ્વેલરી વેચાણ વધવાની આશા છે. ગ્રાહકોને વિડિયો કોલ દ્વારા જ્વેલરી દેખાડવામાં આવે છે. જ્વેલરી પસંદ પડવા પર ઘરપોચ સેવા પણ શરૂ કરી છે. જ્વેલર્સ ઓનલાઈન પેમેન્ટ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે. વેબસાઈટ પર એડવાન્સ બુકિંગ પર ડિસ્કાઉન્ટ છે. દર ગ્રામ સોનાની ખરીદી પર ₹200/ગ્રામની છૂટ છે. ડાયમંડ જ્વેલરી પર મેકિંગ ચાર્જ પર 100%ની છૂટ મળી રહી છે.

સોનામાં રોકાણ મોંઘવારીનું સુરક્ષા કવચ. આર્થિક અનિશ્ચિતતાના સમયે કામ આવે છે. પોર્ટફોલિયોના ડાયવર્સિફિકેશનમાં ઉપયોગી છે. પોર્ટફોલિયોમાં થોડું સોનું હોવું જરૂરી છે. પોર્ટફોલિયોમાં 10-15% જ રોકાણ ગોલ્ડમાં કરો.

સોનાની શુધ્ધતા, હોલમાર્ક વાળી જ્વેલરી ખરીદો. સોનાની કિંમતો કેરેટના હિસાબે નક્કી થાય છે. ગોલ્ડ જ્વેલરી ખરીદતા કેરેટનું ધ્યાન રાખો. બિલમાં શુધ્ધતા અને કિંમત જરૂર લખાવી લેવી. ગોલ્ડ જ્વેલરીમાં મેકિંગ ચાર્જનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્વેલરીના મેકિંગ ચાર્જ 3% થી 25% હોઈ શકે છે. જેમ્સ અને સ્ટોનનું સર્ટિફિકેટ જરૂરથી લેવું.

શુદ્ધતાની ગેરેન્ટીવાળા હૉલમાર્ક પણ ખોટા હોય શકે. બ્યૂરો ઓફ ઈન્ડિયા સ્ટેન્ડર્ડ સેન્ટર પાસેથી જ હૉલમાર્કિંગ કરાવો. જ્વેલર પાસેથી તેમના BIS લાઈસેન્સ માટે પૂછો. જો તમે સોનું ખરીદ્યું છે તો BISની લેબમાં ટેસ્ટ કરાવો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution