શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે . ત્યારે આ ફેસ્ટિવલની સીઝનમાં નાના-મોટા સૌને ગળ્યું ખાવાનું મન થાય છે. એવામાં બહારની મીઠાઈઓ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જેથી આજે અમે તમને ઘરે જ એકદમ સરળ અને ટેસ્ટી પેંડાની રેસિપી જણાવી રહ્યાં છે. આ રેસિપી તમે ઝટપટ બનાવી શકો છો અને મજા માણી શકો છો. ચાલો જાણી લો.
સામગ્રી
:
2 ચમચી ઘી ,અડધો કપ પીસેલી ખાંડ ,1 કપ રોસ્ટેડ ચના દાળ
રીત
:
સૌથી પહેલાં એક બાઉલમાં 2 ચમચી રૂમ ટેમ્પ્રેચરનું ઘી લઈને તેમાં દળેલી ખાંડ નાખીને તેને હાથેથી એક જ દિશામાં ફેરવીને બરાબર મિક્સ કરો. તેનાથી સફેદ રંગનો હળવો સાટો એટલે કે ફ્લફી મિશ્રણ તૈયાર થઈ જશે. પછી મિક્સરમાં એક કપ રોસ્ટેડ દાળીયા લઈને પીસી લો. પછી બાઉલમાં તેને ચાળીને લઈ લો અને સાટા સાથે બરાબર મિક્સ કરી લો. પછી તેમાં એક ચમચી એલચી પાઉડર નાખીને મિક્સ કરો. જરૂર લાગે તો તેમાં બાઈન્ડિંગ માટે ઘી નાખવું, સ્મૂધ લોટ બાંધી લેવો. તમે તેમાં ડ્રાયફ્રૂટ્સ પણ નાખી શકો છો. પછી તેમાંથી નાના નાના પેંડા બનાવી વચ્ચે એક પિસ્તાનો ટુકડો અને એક કેસરનો તાંતણો મૂકી બધાં પેંડા તૈયાર કરી લેવા. બસ પાંચ જ મિનિટમાં ઝટપટ પેંડા તૈયાર કરીને 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.