જો તમે તમારા બાળકોને કંઈક હેલ્ધી બનાવીને આપવાનું વિચારી રહ્યા છો તો ચોકો પીનટ બટર સ્મૂધી બેસ્ટ ઓપ્શન છે. હાઈ પ્રોટીનથી ભરપૂર આ સ્મૂધી પીવામાં ટેસ્ટી હોવાની સાથે-સાથે બનાવવામાં પણ સરળ છે છે. બાળકોને પણ આ ડ્રિંક વધારે પસંદ આવશે. તો આવો જાણીએ ચોકો પીનટ બટર સ્મૂધી બનાવવાની રેસિપી.
સામગ્રી:
ટોન્ડ મિલ્ક - ૨૨૦ મિલી,ચોકલેટ પ્રોટીન પાઉડર - 20 ગ્રામ,પીનટ બટર - ૧ ચમચી,ચોકલેટ ચિપ્સ - ગાર્નિશ માટે,ચોકલેટ ક્રીમ - ગાર્નિશ માટે ,આઈસ ક્યુબ્સ - ૩
બનાવવા માટેની રીત:
સૌથી પહેલા ૨૨૦ મિલી ટોન્ડ મિલ્ક, 20 ગ્રામ ચોકલેટ પ્રોટીન પાઉડર, ૧ ચમચી પીનટ બટર અને ૩ આઈસ ક્યુબ લઇ તેને બ્લેન્ડ કરી લો. સારી રીતે બ્લેન્ડ થઇ ગયા પછી તેને એક ગ્લાસમાં લો અને ત્યારબાદ તેને ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ ક્રીમથી ગાર્નિશ કરો.ચોકો પીનટ બટર સ્મૂધી તૈયાર છે.