એનડીએ ને બહુમતી પણ બીજેપીને પૂર્ણ બહુમતી નહીં ઃઈન્ડીયા પણ સત્તાની રેસમાં

નવી દિલ્હી:વિશ્વની સૌથી મોટી લોકશાહી રાષ્ટ્ર ગણાતા ભારતમાં ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીના આજે ઘોષણા થઈ રહેલા પરિણામોએ છેલ્લા લગભગ ૧૦ વર્ષથી ભાજપના નેતૃત્વ હેઠળ એકહથ્થુ શાસન કરી રહેલા એનડીએ સરકારને માંડ માંડ જીત અપાવી હોવાનું ચિત્ર ઊભું થયું છે. જ્યારે બીજી તરફ બંધારણ બચાવો અને લોકશાહી બચાવોના એકમાત્ર નારા સાથે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ જંગમાં ઝુકાવનાર ઈન્ડિયા ગઠબંધને જીત મેળવવામાં મોટાભાગે એનડીએની બરોબરી કરી હોય એવી છાપ ઊભી કરી છે.

૫૪૩ લોકસભા બેઠકો પરની ચૂંટણીના મતદાનની આજે સવારથી શરૂ થયેલી ગણતરી અત્યારે મોડી રાત સુધી પણ ચાલુ છે. જાે કે, અત્યાર સુધીનું સ્પષ્ટ થયેલું ચિત્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએેને ૨૯૩ બેઠકો જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા ગઠબંધનને ૨૩૨ બેઠકો મળવાના એંધાણ આપી રહ્યું છે.

સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૩૦૩ બેઠકો સાથે સૌથી વધુ બેઠકો મેળવનાર ભાજપાને આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરીશ્મા ફળ્યો નથી અને ભાજપા પોતો માત્ર ૨૪૧ બેઠકો પર જીત મેળવવા પર અટકી પડી છે. આ કારણસર હવે ભાજપના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બને તો પણ તેના સાથી પક્ષો પર એ પહેલા જેટલો દબદબો રાખી શકાશે નહીં અને ઉલટાનું તેમના ટેકાથી સરકાર ટકાવી રાખવા માટે લાચારી અનુભવવી પડે એવા સંજાેગો ઉભા થયા છે.

આ વખતની લોકસભાની ચુંટણીમાં ભાજપે ૪૦૦ને પાર કરવાનો નારો મોદી સરકારે આપ્યો હતો અને શરૂઆતમાં આ નારો સાચો પડશે તેવું વાગતુ હતું જાેકે પરિણામ બાદ ઇન્ડિયા ગઠબંધને ભાજપને ટકકર આપી છે. અને ભાજપને ૩૦૦ પાર કરવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડી છે. ભાજપને સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પડયો અત્યાર સુધીના આંકડાઓ મુજબ યુપીમાં ૮૦ બેઠકોમાંથી ભાજપ માત્ર ૩૭ બેઠકો સુધી જ સીમિત જણાય છે.

સપાને ૩૩ અને કોંગ્રેસને ૭ બેઠકો મળતી જાેવા મળી રહી છે. ૨૦૧૪માં ભાજપે ૭૧ બેઠકો જીતી હતી, જ્યારે ૨૦૧૯માં ૬૨ બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે આ રાજ્યમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.આ વખતે મહારાષ્ટ્રની ૪૮ સીટોમાંથી એનડીએને અત્યાર સુધી માત્ર ૧૮ સીટ પર જ મળી છે. મતગણતરી ચાલુ છે. વલણો દર્શાવે છે કે મહારાષ્ટ્રમાં ૨૦૧૯ની ચૂંટણીમાં એનડીએને ૨૯ બેઠકો મળશે. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએને માત્ર ૫ બેઠકો મળી હતી, એક બેઠક એઆઈએમઆઈએમ અને વીબીએના જાેડાણ દ્વારા જીતવામાં આવી હતી અને એક બેઠક અપક્ષ ઉમેદવાર નવનીત રાણાએ જીતી હતી. જેઓ પાછળથી ભાજપમાં જાેડાયા હતા.

રાજસ્થાનમાં લોકસભાની ૨૫માંથી ૧૪ બેઠકો પર ભાજપ આગળ છે. કોંગ્રેસ ૮ બેઠકો પર આગળ છે, જાે કે છેલ્લી બે ચૂંટણીની સરખામણીમાં ભાજપને અહીં ૧૧ બેઠકોનું નુકસાન જાેવા મળી રહ્યું છે.

ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના સપના પર પાણી ફેરવવાનું કામ સમાજવાદી પાર્ટીએ કર્યું છે.ચુંટણીના ફાઈનલ પરિણામ આવવામાં સમય લાગશે પરંતુ જે સ્થિતિ હાલ જાેવા મળી રહી છે તે જાેતા એવું લાગે છે કે ભાજપને આ મહત્વના રાજ્યમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. ૪૦૦નું સપનું તો તૂટ્યું જ પરંતુ સાથે સાથે પોતાના દમ પર સરકાર બનાવવામાં પણ લથડિયા ખાતી જાેવા મળી રહી છે,ભાજપને ૨૪૩ બેઠકો મળી શકે છે જયારે એનડીએને ૨૯૫ બેઠકો મળે તેવી સંભાવના છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ યુપીમાં ભાજપ ૩૩ સીટો પર અને સમાજવાદી પાર્ટી ૩૬ બેઠકો પર આગળ છે.જ્યારે કોંગ્રેસ પણ ૭ બેઠકો પર આગળ છે. સ્પષ્ટ છે કે ઈન્ડિયા ગઠબંધન એનડીએને માત આપતું જાેવા મળી રહ્યું છે. જેનો મોટો શ્રેય સમાજવાદી પાર્ટીના મુખિયા અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને પણ જશે. જે રીતે સપાએ લડાઈ લડી તેનું પરિણામ છે કે કોંગ્રેસને પણ યુપીમાં લાભ થતો જાેવા મળ્યો. હવે જાેઈએ કે ભાજપને કયા કારણો નુકસાન કરી ગયા? બીએસપીને વિપક્ષ ભાજપની ટીમ કહીને ટાર્ગેટ કરતો રહ્યો છે પરંતુ કહાની કઈ અલગ જ હતી. પશ્ચિમથી પૂર્વ સુધી માયાવતીએ એવા ઉમેદવારો ઊભા રાખ્યા કે જે એનડીએના ઉમેદવારોને નુકસાન પહોંચાડી રહ્યા હતા. પશ્ચિમ યુપીમાં મેરઠમાં દેવવ્રત ત્યાગી, મુઝફ્ફરનગરમાં દારા સિંહ પ્રજાપતિ, ખીરી સીટથી બીએસપીના પંજાબી ઉમેદવાર વગેરે ભાજપને સીધુ નુકસાન પહોંચાડી રહ્યા હતા. આ રીતે પૂર્વ યુપીમાં ઘોસીમાં બીએસપીએ જે ઉમેદવાર મૂક્યો તે સીધો ઈશારો હતો કે પાર્ટીએ એનડીએનું કામ ખરાબ કરવાનો જાણે ઠેકો લીધો છે. ઘોસી સીટ પર બાલકૃષ્ણ ચૌહાણે એનડીએની ૨ વર્ષની તૈયારી પર પાણી ફેરવી દીધુ. ભાજપે સ્થાનિક નોનિયા નેતા દારાસિંહ ચૌહાણને સમાજવાદી પાર્ટીમાંથી એટલા માટે લાવ્યા હતા કારણ કે તનો સીધો લાભ ઘોસી અને આજુબાજુની સીટો પર મળી શકે. પણ જ્યારે બીએસપીએ એક નોનિયા જાતિના ઉમેદવાર બાલકૃષ્ણ ચૌહાણને ખડો કર્યો તો સ્પષ્ટ છે કે નુકસાન એનડીએને થવાનું હતું. એ જ રીતે ચંદોલીમાં બીએસપી ઉમેદવાર સતેન્દ્ર કુમાર મૌર્યા ભાજપ ઉમેદવાર મહેન્દ્રનાથ પાંડે માટે જાેખમ બની ગયા. બહુજન સમાજ પાર્ટીના મનીષ ત્રિપાઠી મિર્ઝાપુરમાં અનુપ્રિયા પટેલને ત્રિકોણીય જંગમાં ફસાવી દીધા. અહીં પણ ભાજપના કોર વોટર બ્રાહ્મણ બીએસપી સાથે ગયા. આ ત્રણેય બેઠકો પર બીએસપીના ઉમેદવાર સ્ટોરી લખાઈ ત્યાં સુધી ૪૦ થી ૬૦ હજાર મત મળતા જાેવા મળી રહ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવારો ગણ્યા ગાંઠ્‌યા મતથી પાછળ છે. સમગ્ર દેશમાં ૨ ડઝન એવી સીટો છે જ્યાં ભાજપ ઉમેદવારોના મત બીએસપી ઉમેદવારોના કારણે ઘટ્યા. ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવની એ વાત બદલ ખુબ ટીકા થઈ કે તેઓ વારંવાર ઉમેદવારો બદલી રહ્યા છે. પરંતુ તેમની પ્રશંસા કરવી પડે કે તેમણે જે ઉમેદવારો ઊભા રાખ્યા તે સ્થાનિક ગણિત પ્રમાણે સારા હતા. આ કારણે તેઓ ભાજપના ઉમેદવારોને ટક્કર આપતા જાેવા મળી રહ્યા છે. ફૈઝાબાદમાં સમાજવાદી પાર્ટીના અવધેશપ્રસાદ હજુ પણ લીડમા છે. એક એસસી ઉમેદવારને ફૈઝાબાદમાં ઊભા રાખવાનું સાહસ દેખાડવું એ અખિલેશની સૂઝબૂજ દેખાડે છે. એ જ રીતે મેરઠમાં ટીવીના રામ અરુણ ગોવિલ ચૂંટણી લડી રહ્યા હતા ત્યાં પણ એક એસસી ઉમેદવારને ઊભા રાખ્યા. તેમના પર ઘણું દબાણ હતું કે મેરઠ જેવી સીટ પર કોઈ મુસ્લિમ ઉમેદવાર ઊભા રાખવામાં આવે. મેરઠમાં અનેકવાર મુસ્લિમ ઉમેદવાર સાંસદ બન્યા છે. એ જ રીતે ઘોસી લોકસભા બેઠકથી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રી સચિવ અને પ્રવક્તા રાજીવ રાયને ટિકિટ આપી. એ જરીતે મિર્ઝાપુરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર એસ બિંદ છે જેમનો મુંબઈમા વેપાર છે. આવા અનેક ઉદાહરણ છે. યુપીમાં ક્ષત્રિયોની નારાજગી પણ ભાજપને ભારે પડી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution