જાલના:મહારાષ્ટ્રના જાલનામાં મુસાફરોથી ભરેલી ટેક્સી રસ્તાની બાજુના કૂવામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના જાલના જિલ્લાના રાજુર પાસે ખડેશ્વર બાબા મંદિર પાસે બની હતી. ટેક્સી અને ટુ-વ્હીલર વચ્ચે ટક્કર થઈ હતી.
મળતી માહિતી મુજબ, બાઇક સાથે અથડાયા બાદ ટેક્સી રસ્તાની બાજુમાં આવેલા કૂવામાં પડી હતી. કહેવાય છે કે ટેક્સીમાં લગભગ ૧૫ થી ૨૦ લોકો બેઠા હતા. જેમાંથી ૭ મુસાફરોના મોત થયા છે જ્યારે ૩ ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, ચનેગાંવના કેટલાક ભક્તો બસ દ્વારા પંઢરપુરથી જાલના આવ્યા હતા અને કાળી-પીળી ટેક્સી દ્વારા જાલનાથી રાજુર જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો.
જાલના ડીએમ શ્રી કૃષ્ણનાથ પંચાલે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સ્થિતિની જાણકારી લીધી છે. તેણે જણાવ્યું કે ૧૫ લોકો પંઢરપુરથી એક વાહનમાં પરત ફરી રહ્યા હતા. આ અકસ્માતમાં સાત લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ડ્રાઈવર સહિત ૮ લોકો ઘાયલ થયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ ફોન કરીને સ્થિતિ વિશે પૂછપરછ કરી છે. તેમણે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું.