ઇઝરાયેલમાં મોટું રાજકીય સંકટઃ નેતન્યાહૂએ સંસદ ભંગ કરી

દિલ્હી-

ઈઝરાયેલમાં રાજકીય સંકટ ઊભું થયું છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂની ગઠબંધન સરકાર બજેટ રજુ કરવામાં નિષ્ફળ જતા સંસદને ભંગ કરવામાં આવી છે. આમ ઈઝરાયેલમાં માત્ર બે વર્ષમાં ચોથી ચૂંટણી યોજાય તેવી પ્રબળ શક્યતા ઊભી થઈ છે. ગઠબંધન સરકારના સહયોગી અને રક્ષામંત્રી બેની ગેન્ટ્‌ઝએ નેતન્યાહૂ પર વચન તોડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે દેશમાં નવી ચૂંટણી કરાવવામાં આવે તે જ સારું રહેશે. નોંધનીય છે કે ડિસેમ્બરની શરૂઆતમાં સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ રજુ કરાયો હતો. તેના પક્ષમાં ૬૧ મત પડ્યા હતા.

સંસદ ભંગ થયા બાદ કહેવાય છે કે ઈઝરાયેલમાં આગામી વર્ષ માર્ચમાં ચોથીવાર સામાન્ય ચૂંટણી કરાવવામાં આવશે. બેન્જામિન નેતન્યાહૂ સરકાર પાસે 2020 બજેટ પાસ કરવા માટે માત્ર ગણતરીના કલાકો બાકી છે. જાે સરકાર તેમા નિષ્ફળ જશે તો બંધારણીય રીતે સંસદ ભંગ ગણવામાં આવશે અને ત્યારબાદ ફરીથી ચૂંટણી કરાવવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.

નેતન્યાહૂ લિકુડ પાર્ટીના અધ્યક્ષ છે. જ્યારે ગેન્ટ્‌ઝ બ્લ્યુ એન્ડ વ્હાઈટ પાર્ટી સાથે જાેડાયેલા છે. એપ્રિલમાં બંને પક્ષોએ એક જાેઈન્ટ કરાર હેઠળ સરકાર બનાવી હતી. જાે કે જલદી બે પક્ષો વચ્ચે મતભેદો સામે આવવા લાગ્યા. ગેન્ટ્‌ઝનું કહેવું છે કે બેન્જામિન નેતન્યાહૂ વચન તોડી રહ્યા છે. પરંતુ પ્રધાનમંત્રીએ આ આરોપો ફગાવ્યા. બંને વચ્ચે તાજાે વિવાદ બજેટને લઈને છે. ગેન્ટ્‌ઝે માગણી કરી હતી કે 2020 અને 2021 બંનેને કવર કરતા એક બજેટ પાસ કરવામાં આવે. જેથી કરીને સ્થિરતા જળવાઈ રહે. પરંતુ પ્રધાનમંત્રી તેના માટે તૈયાર થયા નહીં. નેતન્યાહૂના સમર્થકોનું કહેવું છે કે ગેન્ટ્‌શનો આ પ્રસ્તાવ ફક્ત સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર છે. તેઓ નેતન્યાહૂને હટાવીને પોતે પ્રધાનમંત્રી બનવા માંગે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution