છોટાઉદેપુર-
છોટાઉદેપુર જિલ્લામાં નાર્કોટિક્સ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીં મીઠાબોર ગામના ખેતરમાંથી 1.23 કરોડની કિંમતનો 1233 કિલો લીલો ગાંજો સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છોટાઉદેપુર પોલીસ અને SOGની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી હતી. જેમાં ખેતરમાં વાવેતર કરાયેલો 1233.466 કિલો લીલો ગાંજો પોલીસે ઝડપી પાડ્યો હતો અને બે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ છોટાઉદેપુર પોલીસ અને SOGની ટીમને બાતમી મળી હતી કે, મીઠીબોર ગામના ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આથી પોલીસ અને SOGની ટીમે બાતમીના આધારે સંયુક્ત કાર્યવાહી કરીને ખેતરમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન પોલીસને ખેતરમાં વાવેતર કરાયેલો 1233.466 કિલો લીલો ગાંજો પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની કિંમત 1.23 કરોડ રૂપિયા થાય છે. બોડેલી સી.પી.આઈ. એ.એ. દેસાઈએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
હાલ બોડેલી પોલીસે બન્ને આરોપીઓને ક્વોરન્ટાઈન કરીને તેમના કોવિડ ટેસ્ટ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.