દિલ્હી-
અમેરિકામાં મોટો સાયબર એટેક થયો છે. આ સાયબર એટેક બાદ અમેરિકી સરકારે ઈમરજન્સીનું એલાન કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અમેરિકામાં અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક છે. અમેરિકાની સૌથી મોટી ઈંધણ પાઈપલાન પર આ સાયબર હુમલો થયો છે. જાણકારોનું માનવું છે કે હુમલો કોરોના માહામારીના કારણે થયો કેમ કે આ પાઈપલાઈનના મોટાભાગના એન્જિનિયર ઘરેથી કોમ્પ્યુટર પર કામ કરી રહ્યા હતા.
કોલોનિયલ પાઈપલાઈનથી પ્રતિદિન 25 લાખ બૈરલ તેલ જાય છે. અમેરિકાના ઈસ્ટ કોસ્ટના રાજ્યોમાં ડીઝલ, ગેસ અને જેટ ઈંધણની 45 ટકા આપૂર્તિ આ પાઈપલાઈનથી થાય છે. પાઈપલાઈન પર સાયબર અપરાધીઓની એક ગેંગે શુક્રવારે હુમલો કર્યો જ્યાર બાદથી તેનું સમારકામ હજુ પણ જારી છે. ઈમરજન્સીના એલાન બાદ હવે અહીંથી ઈંધણની સપ્લાય પાઈપલાઈનના કારણે માર્ગ દ્વારા થઈ શકે છે. જાણકારોનું કહેવું છે કે, તેના કારણે સોમવારે ઈંધણની કિંમતો 2-3 ટકા સુધી વધી જશે, પણ તેમનું માનવું છે કે જો તેને ઝડપથી બહાલ નહીં કરવામાં આવે તો તેની અસર વધુ વ્યાપક થઈ શકે છે.ઘણા સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે કે આ રેન્સમવેયર હુમલો ડાર્કસાઈટ નામની એક સાયબર-અપરાધી ગેંગે કર્યો છે. તેમણે ગુરૂવારે કોલોનિયલ નેટવર્કમાં ઘુસણખોરી કરી અને લગભગ 100GB ડાટાને પોતાના કબ્જામાં લઈ લીધો. ત્યાર બાદ હૈકરોએ કેટલાક કોમ્પ્યુટરો અને સર્વરો પર ડાટાને લૉક કરી દીધો અને શુક્રવારે ફિરૌતીની માંગ કરી. તેમણે ધમકી આપી કે જો પૈસા નહીં આપવામાં આવે તો આ ડાટાને ઈન્ટરનેટ પર લીક કરી દઈશું.