અમદાવાદ-
જો તમે તમારા મોબાઈલ પર કોરોનાની ટ્યુન સા્ંભળીને થાકી ગયા હોય તો ગુજરાતના લોકો માટે હવે ખાસ નવરાત્રિના તહેવારોમાં મુખ્યમંત્રી વિજય રુપાણીની કોલર ટ્યુનથી તમને ચેન્જ મળવા લાગ્યો હશે. ગુજરાતમાં નવરાત્રી ઉજવણીને મર્યાદિત કરવામાં આવી છે તેમ છતાં કોરોના સંક્રમણ સામે કોઇ બેકાળજી ન લેવાય તે માટે મુખ્યમંત્રી વિજય રુપાણીએ લોકોને સંયમનો સંદેશ આપ્યો છે. અને તેમાં લોકોને નવરાત્રી દરમિયાન સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા, હાથ ધોવા અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવા માટે ખાસ અપીલ કરી છે. ગુજરાતમાં આ વર્ષની નવરાત્રી અત્યાર સુધીની ફિક્કી નવરાત્રી સાબિત થઇ છે અને ફક્ત મર્યાદિત રીતે ગરબા અને આરતીની મંજૂરી છે.