કોરોનાની અસરને કારણે ડભોઇમાં સાદાઇથી મહોરમની ઉજવણી કરાઇ

ડભોઇ : ઈસ્લામી નવા વર્ષનો પ્રારંભ મહોરમ મહીનાથી થાય છે. અને મહોરમ મહીનાના પ્રારંભ સાથે જ કરબલાના મહાન શહીદ હઝરત ઈમામ હુસૈન અને તેઓના શુરવીર ૭૨ સાથીઓની ભવ્ય યાદ તાજી થઇ જાય છે. હઝરત ઈમામ હુસૈન તથા તેઓના ૭૨ સાથી શહીદની પવિત્ર યાદમાં મહોરમના મહિનામાં મસ્જિદમાં અને ઘરોમાં “યાદે કરબલા” અંતર્ગત કુરઆન ખ્વાનીના કાર્યક્રમ પોતાના ઘરોમાં જ યોજવામાં આવ્યા હતા. 

ડભોઈમાં પણ મહોરમ પર્વના નવમા અને દસમા ચાંદે ધાર્મિક વાતાવરણ દિવસભર જોવા મળ્યું હતું અને સાદગીપૂર્વક મહોરમ પર્વની ઉજવણી મુસ્લીમ બિરાદરોએ કરવામાં આવી હતી. ઈસ્લામ માટે પોતાના પરિવારને ન્યોછાવર કરનાર ઈમામ હુસૈનની યાદમાં પોતાના ઘરોમાં અને મસ્જિદોમાં કુરઆન ખ્વાનીના કાર્યક્રમ યોજીને તેમની યાદમાં ઘરે જ ઉજવણી કરવામાં આવી હતીડભોઇમાં પણ પરંપરાગત રીતે ચાલી આવતી રૂઢીને જાળવી રાખવા પોતાના ઘરે જ રહિને ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે કેટલાક લોકો શહીદોને કરબલાની યાદમાં દશ દિવસ સુધી રોઝા રાખી ઘરે-ઘરે કુરાનનું પઠન નાત સહિત અન્ય ધાર્મીક પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

 વિશ્વ મા કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનો અમલ કરીને લોકો પોતાના ઘરે અને મસ્જિદોમાં તકરીર સહિત પવિત્ર કુરઆન શરીફનુ પઠન, નાઅતનું પઠન તથા જીક્રેઈલાહીની મહેફિલ ઘર-પરીવારના લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ નો અમલ કરીને ઉજવણી કરવામાં આવી હતી. સુંદર કુવા તલાવપુરા કડીયા વાર નવાપુરા ખલી મોહલ્લા ઈદગાહ મેદાન જનતાનગર તાજીયા મૂકવામાં આવ્યા હતા અને ઘરે તથા મસ્જિદ માં કુરઆન શરીફનુ પઠન કરવામાં આવ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution