અનામત સહિતના મુદ્દાઓને લઈને મહિલા કોંગ્રેસ દ્વારા આંદોલન છેડવામાં આવશે

ગાંધીનગર  ભાજપે આપેલા વાયદાઓ પૂરા ન થતાં મહિલા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્ર વ્યાપી આંદોલન કરવામાં આવશે. જેના અંતર્ગત દિલ્હીમાં મુખ્ય ૩ મુદ્દાઓ રાજકીય ન્યાય, મોઘવારી અને આર્થિક ન્યાયને ધ્યાને લઈને આંદોલન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ મહિલા દ્વારા આરક્ષણ મુદ્દે અને મહિલાઓના મુદ્દાઓને લઈને આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્ર વ્યાપી આંદોલનને લઈને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપે આપેલા વાયદાઓ પૂરા ન થતાં દિલ્હીમાં મુખ્ય ૩ મુદ્દાઓ રાજકીય ન્યાય, મોઘવારી અને આર્થિક ન્યાયને ધ્યાને લઈને કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે. ગુજરાત મહિલા કોંગ્રેસનાં પ્રમુખ જેનિબેન ઠૂમ્મરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબાએ જાહેરાત કરી છે કે, આ અભિયાન દિલ્હીના જંતર મંતરથી શરૂ કરવામાં આવશે. જ્યાં સુધી દેશની અડધી વસ્તીની માંગણીઓ પૂરી નહીં થાય અને તેમને તેમના અધિકારો અને સુરક્ષા આપવામાં ન આવે ત્યાં સુધી દરેક રાજ્ય, દરેક જિલ્લા, દરેક શહેર અને દરેક ગામ સુધી પહોંચશે. તેમણે જણાવ્યું હતું કે, મોદી સરકારે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી પહેલા મહિલા અનામત કાયદો પસાર કર્યો હતો, પરંતુ તેનો અમલ બાકી રાખ્યો હતો. અનામત કાયદો તાત્કાલિક લાગુ થવો જાેઈએ. જેથી હરિયાણા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર અને મહારાષ્ટ્ર કે જ્યાં આવનારા સમયમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યાં મહિલાઓને આ કાયદાનો લાભ મળી શકે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution