ગાંધીનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રવિવારના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી મહેશ સવાણીએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, ગાંધીનગર મહા નગરપાલિકાની ચૂંટણી બાદ આગામી મેયરપદે આમ આદમી પાર્ટી-આપ નો સભ્ય બેસશે. જયારે જનતાને બધું મફતમાં આપવા અંગે મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, કોઈ પણ સરકાર જનતાને કશું મફતમાં નથી. સરકાર જે કંઈ પણ મફતમાં આપતી નથી. ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી સંદર્ભે આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી મહેશ સવાણીએ મીડિયા સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે ગાંધીનગર મહા નગરપાલિકાની ચૂંટણી અંગે જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની અગાઉની બંને ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી નથી. બંને વખતે ભાજપે કોંગ્રેસના સભ્યોને તોડીને ગાંધીનગર મહાપાલિકા ઉપર સત્તા મેળવી છે. આ વખતે ગાંધીનગર મહાપાલિકાના નાગરિકો જાણી ગયા છે કે, આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસમાંથી કોને મત આપવો. આ વખતે ગાંધીનગર મહાપાલિકામાં આમ આદમી પાર્ટી બહુમતી સાથે સત્તા મેળવશે અને ‘આપ’નો મેયર બનશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા લોકોને સારું શિક્ષણ, સારી આરોગ્ય સુવિધા આપવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા નાગરિકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવાના વચનો અપાયા છે તે અંગે અન્ય પક્ષો દ્વારા આમ આદમી પાર્ટીની ટીકા કરવામાં આવી રહી છે, તે અંગે મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, કોઈ પણ સરકાર કોઈને મફત આપતી નથી, સરકાર દ્વારા જનતાને જે કઈ સુવિધાઓ આપે છે તે જનતાના ટેક્સના પૈસામાંથી જ આપે છે, કોઈ સરકાર પોતાના પૈસાથી કોઈને કઈ આપતી નથી. ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે ઇન્દ્રોડા ખાતે જન સભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી થઈ હતી. જે અંગે ‘આપના અગ્રણી મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, પાર્ટી દ્વારા સરકાર ની તમામ એસઓપીનું પાલન કરાયુહતું. પરંતુ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.વરસાદ પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી. લોકો ખુરસીઓ માથે મૂકીને પણ ઉપસ્થિત રહ્યા હતા.
આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગરમાં ડાયરો નેતાઓ ગરબે પણ ઘુમ્યા
ગાંધીનગર, ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ ડાયરાનો કાર્યક્રમ યોજીને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા છે. ગાંધીનગરના ઈન્દ્રોડા ગામમાં આપ પાર્ટીએ યોજેલા ડાયરામાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. સાથે જ મોટાભાગના લોકો માસ્ક વગર જાેવા મળ્યા હતા. સામાન્ય નાગરિકોમાં એક તરફ કોરોનાની ફફડાટ છે, તો બીજી તરફ ચોમાસુ બીમારીઓએ માઝા મૂકી છે. આવામાં રાજકીય નેતાઓ બેખોફ બનીને લોકોના જીવ જાેખમમાં મૂકી રહ્યાં છે. કોરોનાની ત્રીજી લહેર ન આવે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ રાજકીય પક્ષોને વિધાનસભાની ચૂંટણીની ચિંતા છે. આવામાં ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય ડાયરો યોજીને લોકોના જીવ જાેખમમાં મૂક્યા છે. ગાંધીનગરમાં આ રીતે ડાયરો યોજીને આમ આદમી પાર્ટીએ કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપ્યું છે. ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય ડાયરો યોજી કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી કોરોનાની ત્રીજી લહેરને ખૂલ્લું આમંત્રણ આપ્યુ છે. આમ આદમી પાર્ટીનો હજારોની મેદની વચ્ચે તાયફો કર્યો. ગાયક કલાકારોની હાજરીમાં નિયમતોડી ડાયરો યોજ્યો. આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે.