નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર -ધ ગ્રાન્ડ થિએટરમાં ૧૫ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી મહાનાટિકા યોજાશે

ભગવાન શ્રી કૃષ્ણના રાજાધિરાજ સ્વરૂપ પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય મહાનાટિકા, “રાજાધિરાજઃ લવ લાઈફ લીલા”ની સંકલ્પના અને પ્રસ્તુતિ ધનરાજ નથવાણી દ્વારા કરવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણની મહાનતા અને પરોપકારિતાને જીવંત કરતી ૧૨૦ મિનિટની અવધિની આ સંગીત નાટિકાનું મંચન નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (દ્ગસ્છઝ્રઝ્ર)ના ગ્રાન્ડ થિએટર ખાતે ૧૫મી ઓગસ્ટથી ૧લી સપ્ટેમ્બર સુધી દરરોજ કરવામાં આવશે. આ અભૂતપૂર્વ સંગીત નાટિકામાં દર્શાવાયેલી કૃષ્ણની ભવ્યતા અને સંમોહનની અનુભૂતિ માટે પ્રેક્ષકોને આમંત્રિત કરતા ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, “રાજાધિરાજઃ લવ લાઈફ લીલા’નું સર્જન એ મારા માટે ગાઢ લાગણી અને શ્રદ્ધા પૂર્ણ રહ્યું છે. શ્રી કૃષ્ણનું જીવન પ્રેરણાનું અનંત સ્ત્રોત છે અને આ સંગીત નાટિકા દ્વારા અમારો ઉદ્દેશ તેમણે મૂર્તિમંત કરેલી સુંદરતા, દૂરંદેશીપણા અને પ્રેમની વહેંચણી કરવાનો છે. શ્રી કૃષ્ણની ભગવાન શ્રીનાથજી અને દ્વારકાધીશ તરીકેની આ અનંત કથાઓ અને લીલાઓને પ્રસ્તુત કરતા હું રોમાંચ અનુભવી રહ્યો છું. આ પ્રસ્તુતિ અગાઉ કદી ન જાેઈ હોય તેવી ભવ્યતાથી થઈ રહી છે, જેનાથી પ્રેક્ષકોને પણ શ્રી કૃષ્ણની દિવ્ય અને પ્રેરણાદાયી વીરગાથાનો અવિસ્મરણીયનો અહેસાસ થશે.” આ નાટિકાના મંત્રમુગ્ધ કરી દેનારા કથાવાચન, અદભુત દૃશ્યો અને આત્માના તાર ઝણઝણાવી દેતા સંગીત થકી, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર – ભૂમિ નથવાણી સંમોહક અનુભૂતિની ગેરન્ટી આપે છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ અદભુત પ્રોડક્શનને જીવંત કરવામાં અથાગ યોગદાન આપવા બદલ અમે તમામ કલાકારો અને ક્રુ મેમ્બર્સ પ્રત્યે ઊંડો આભાર પ્રગટ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે શ્રી કૃષ્ણની દિવ્ય ગાથાને ૧૮૦થી વધારે કલાકારો મંચ પર નૃત્ય અને ગીત-સંગીતની જીવંત પ્રસ્તુતિ દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે.” ખ્યાતનામ ભારતીય ગીતકાર અને પટકથા-લેખક, પદ્મશ્રી વિજેતા પ્રસૂન જાેશી દ્વારા લિખિત આ સંગીત નાટિકા પ્રેક્ષકોને ભગવાન શ્રી કૃષ્ણની ઓછી-જાણીતી વાર્તાઓની પ્રસ્તતિ છે. તેમાં વ્રજથી મેવાડ અને મથુરાથી દ્વારકા સુધીના તેમના જીવનમાં આવેલા પરિવર્તનોનું અતિસુંદર નિરૂપણ કરાયું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution