જૂના અખાડાના મહામંડલેશ્વર પાયલોટ બાબાનું લાંબી માંદગી બાદ નિધન


દેહરાદૂન:પાકિસ્તાનને બે યુદ્ધમાં હરાવનાર ભારતીય વાયુસેનાનો ભાગ બનેલા પાયલટ બાબાનું મંગળવારે નિધન થયું છે. પાયલટ બાબા દેશના મહાન સંતોમાંના એક હતા. તેઓ પંચદશ નામના જુના અખાડાના સૌથી વરિષ્ઠ મહામંડલેશ્વર પણ હતા. મુંબઈની એક હોસ્પિટલમાં મંગળવારે તેમના નિધનથી જૂના અખાડા સહિત સમગ્ર સંત સમાજ અને અખાડામાં શોકની લહેર છવાઇ છે.. તેઓ ૧૯૭૪માં ઔપચારિક દીક્ષા લીધા પછી જુના અખાડામાં જાેડાયા અને તેમની સન્યાસ યાત્રા શરૂ કરી. તેમણે કહ્યું કે પાયલટ બાબા જુના અખાડામાં વિવિધ હોદ્દા પર રહીને તેમણે હંમેશા અખાડાની પ્રગતિ અને વિકાસ માટે કામ કર્યું. નિવૃત્ત થતા પહેલા પાયલટ બાબા ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા. પાયલટ બાબાએ નિવૃત્ત થયા પછી આ નામથી પ્રસિદ્ધિ મેળવી કારણ કે તેઓ એરફોર્સના પાયલટ હતા. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડરના પદ પર રહીને તેમણે ૧૯૬૨, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધોમાં ભાગ લીધો હતો. આ યુદ્ધોમાં તેણે ફાઈટર પાઈલટની ભૂમિકા ભજવી હતી. તેણે ૧૯૬૫ અને ૧૯૭૧માં પાકિસ્તાન સાથેના બે યુદ્ધમાં ભાગ લીધો હતો. બંને યુદ્ધોમાં સફળ અભિયાનો પછી, તેઓ નિવૃત્ત થયા અને પાઇલટ બાબા તરીકે પ્રખ્યાત થયા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution