માધુરી દીક્ષિતનો વીડિયો વાયરલ થયો : નાનકડા બાળકે ધક-ધક ગર્લને “આન્ટી” કહ્યું

બોલિવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત ૫૬ વર્ષની ઉંમરમાં પણ સુપરફિટ અને અત્યંત સુંદર લાગે છે. ૯૦ના દાયકાની સૌથી બ્રિલિયન્ટ એક્ટ્રેસ માધુરી માત્ર એક્ટિંગ માટે જ નહીં પરંતુ ડાન્સિંગ માટે પણ જાણીતી છે. આ દિવસોમાં તે ‘ડાન્સ દીવાને’ શોમાં જજ તરીકે જાેવા મળી રહી છે.


આ દરમિયાન ધક ધક ગર્લનો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં અભિનેત્રી તેના ક્યૂટ ફેન્સ સાથે વાત કરતી જાેવા મળે છે. બાળકે બધાની સામે તેને આંટી કહીને બોલાવી, ત્યારબાદ અભિનેત્રીની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે. માધુરીના રિએક્શન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. માધુરી દીક્ષિત શો ‘ડાન્સ દીવાને’ માટે તૈયાર થઈ રહી હતી અને સેટ પર જઈ રહી હતી, જ્યારે વેનિટી વેનમાંથી બહાર આવી ત્યારે અચાનક એક મહિલા તેના બાળક સાથે તેની પાસે આવી અને કહ્યું, ‘મારો પુત્ર તમને મળવા માગે છે.’ માધુરીએ બાળકને જાેઈને હેલો કહ્યું. મહિલાએ તેના પુત્રને કહ્યું, ‘સે હેલો ટુ આંટી’ અને નાના બાળકે અભિનેત્રીને બધાની સામે આંટી કહી. બધાને આશ્ચર્ય થયું અને માધુરી દીક્ષિત આ સાંભળીને હસી પડી. અભિનેત્રીની આ પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે. વાયરલ વીડિયોમાં તમે માધુરી દીક્ષિતને મલ્ટીકલર્ડ લહેંગા ચોલીમાં જાેઈ શકો છો, જેમાં તે હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના દેખાવને વધુ નિખારવા માટે, અભિનેત્રીએ મોટી ડ્રોપ એરિંગ્સ અને બંગડીઓ પહેરી હતી. બોલિવૂડની ધક ધક ગર્લ મિનિમલ મેકઅપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution