પૌરાણિક યુદ્ધ કથા પર આધારિત ફિલ્મ ‘કન્નપા’ થિએટરમાં જાેવાના એક વિશિષ્ટ અનુભવ સમાન ફિલ્મ હોવાનો તેના મેકર્સનો દાવો છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે ફિલ્મના મેકર્સ દ્વારા મધુબાલાનાં પાત્રનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મધુબાલા ‘પન્નગા’ના રોલમાં જાેવા મળશે. તે એક શક્તિશાળી અને બહાદુર પાત્ર હશે. પન્નગા પોતાના જૂથની નેતા હશે, જે શક્તિ, પ્રતિકાર અને ઉગ્ર જુસ્સાનું પ્રતિક છે. મધુબાલાની આદેશાત્મક હાજરી અને ગંભીર અભિનય આ પૌરાણિક પાત્રને પડદા પર જીવંત કરી દેશે, જે તાકાત અને દૃઢનિશ્ચયની મશાલચી મહિલાનું પાત્ર ફિલ્મ માટે પણ મહત્વનું બની રહેશે. આ દંતકથાત્મક ફિલ્મ ‘કન્નપા’ને મુકેશ કુમાર સિંઘ ડિરેક્ટ કરે છે, તેમજ મંચુનું એવીએ એન્ટરટેઇન્મેન્ટ તેમજ ૨૪ ળેમ્સ ફેક્ટરી તેને પ્રોડ્યુસ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં એક્સ્ટેન્સિવ વીએફએક્સનો ઉપયોગ થયો છે. ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન પર બહુ બારીકાઈથી કામ થઈ રહ્યું છે, જેથી આ ફિલ્મ ઓડિયન્સ માટે એક અનોખો અનુભવ બની રહે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ તેણે વિશ્વ સ્તરે લોકોનું ધ્યન ખેંચ્યું છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું ટીઝર લોંચ કરવામાં આવ્યું હતું, જેનાથી ભારતીય દર્શકોમાં ફિલ્મ વિશે આતુરતા વધી ગઈ છે.