વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ચૂંટણીઓ ૨૧ ફેબ્રુઆરીએ યોજાનાર છે. જેમાં વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના બે ટર્મથી ચૂંટાતા આવતા પુત્ર દિપક શ્રીવાસ્તવને ભાજપે વોર્ડ-૧૫માં ટિકિટ ન આપતા બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપે ટિકિટ ન આપતા આકરા તેવર બતાવનાર ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પક્ષ સામે પણ આ મુદ્દે બેફામ વાણી વિલાસ કરીને આડકતરી રીતે જાેઈ લેવાની ધમકી ઉચ્ચારી હતી. આ બાબત શહેર -જિલ્લાના રાજકીય ક્ષેત્રે ટોક ઓફ ધ ડે બની ગઈ હતી. જાે કે પ્રદેશ કક્ષાએથી આ અંગે કોઈ મહત્વનો ર્નિણય આગામી દિવસોમાં લેવામાં આવશે એમ મનાય છે. જાે કે આ ઉમેદવારી કર્યા પછીથી ભાજપ ડેમેજ કંટ્રોલ કરવાને માટે લાગી ગયું છે. તેમજ સોમવારે દિપક શ્રીવાસ્તવનું ઉમેદવારીપત્ર પરત ખેંચાઈ જશે એવી આશા પક્ષના ટોચના સૂત્રોએ વ્યક્ત કરી છે. સાથોસાથ એવી ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારી છે કે જાે પક્ષની શિસ્ત બહારની પ્રવૃત્તિ કરશે તો પક્ષ પણ આકરા પગલાં લેતા ખચકાશે નહીં.
પ્રજાએ સેવા કરવા માટે ચૂંટણી લડવાનું આહ્વાન આપ્યું છે ઃ દીપક શ્રીવાસ્તવ
ભાજપના વોર્ડ-૧૫ના પૂર્વ કાઉન્સિલર દિપક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે કોરોના કાળ અને બે ટર્મની મુદ્દતમાં મેં પ્રજાની ખુબ સેવા કરી છે. જેને લઈને મને ટિકિટ ન અપાતા ખુદ મારા વોર્ડના મતદારોએ મને ચૂંટણી લડવાનું આહવાન આપીને જીતાડવાની ખાતરી આપી છે. જેને લઈને હું ચૂંટણી લાડવા પ્રેરાયો છું.મતદારો મારા આ ર્નિણયમાં મારી પડખે છે. એટલે મારી જીત નિશ્ચિત હોવાનો મને દ્રઢ વિશ્વાસ છે. મારી પર કીનું દબાણ નથી.હું ઉમેદવારી પરત ખેંચનાર નથી.હું માત્ર સેવાના હેતુથી જ ચૂંટણી લઘુ છે. મેં દશ વર્ષથી કંઈપણ પ્રકારના ભેદભાવ વિના પ્રજાના કામ કર્યા છે.
પાર્ટીના પ્રોટોકોલ મુજબ
પગલાં લેવાશે ઃ અશ્વિન પટેલ
વડોદરા જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, વાઘોડિયાના ધારાસભ્ય માધુભાઈ શ્રીવાસ્તવે એમના પુત્ર દીપકને વડોદરા મહાનગર પાલિકામાં વોર્ડ-૧૫માં ઉમેદવારી કરવાની તક ન અપાતા પક્ષની સામે બેફામ વાણી વિલાસ કર્યો છે. તેઓ પક્ષને માટે કેવું બોલ્યા છે. એ જાેઈ સાંભળીને ત્યારબાદ પાર્ટીના પ્રોટોકોલ મુજબ તેઓ સામે પગલાં જરૂર લેવામાં આવશે. તેમજ આ બાબતે પ્રદેશનું પણ માર્ગદર્શન લેવાશે. હાલમાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીની કામગીરી ચાલુ હોઈ આગામી દિવસોમાં ર્નિણય લેવાશે.
ઉમેદવારી પરત ખેંચવા માટે સમજાવીશું ઃડો.વિજય શાહ
વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો.વિજય શહે ભાજપના વડોદરા પાલિકાના પૂર્વ કાઉન્સિલર દિપક મધુભાઈ શ્રીવાસ્તવે વોર્ડ -૧૫માંથી બળવો કરીને જે રીતે ઉમેદવારી નોંધાવી છે. એ અંગે બોલતા જણાવ્યું હતું કે, તેઓ અમારા પક્ષના પૂર્વ કાઉન્સિલર છે. રવિવારે એમને સમજાવીને સોમવારે ફોર્મ પરત ખેંચે એવા સક્રિય પ્રયાસો કરવામાં આવશે. તેઓ જાે ફોર્મ પરત ખેચશે નહીં તો એમની સામે કેવા પ્રકારના પગલાં લેવા એ પ્રદેશ કક્ષાએથી ર્નિણય લેવાશે.