વડોદરા-
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ના આપતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ના પુત્ર દીપક શ્રીવાસ્તવે વોર્ડ 15માં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, તેને લઈને છેલ્લા કેટલાંક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હાલ એક મહત્પૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વડોદરા વોર્ડ નંબર ૧૫ માંથી અપક્ષ ચુંટણી લડી રહેલા દીપક શ્રીવાસ્તનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. જોકે આ સમાચાર મળતા સમર્થકોએ કચેરી ખાતે તોડફોડ કરી હતી. વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની ગુંડાગીરી ફરી એકવાર સામે આવી છે. અવારનવાર ધમકીઓ આપીને ચર્ચામાં રહેનારા મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને તે પણ એક પત્રકારને. વાત જાણ એમ છે કે પુત્ર દીપક શ્રીવાસ્તવનું ઉમેદવારી ફોર્મના વિવાદમાં મધુ શ્રીવાસ્તવ મળવા પહોંચ્યા હતા. જ્યાં મીડિયાકર્મીએ તેને સવાલ પૂછ્યો તો રોષે ભરાઈ ગયેલા નેતાજી ગુંડાગીરી પર ઉતરી આવ્યા હતા. મધુ શ્રીવાસ્તવે જાહેરમાં જ પત્રકારને ધમકી આપી હતી.