મન હોય તો માળવે જવાય...

લેખક : અસ્મિતા માવાપુરી | 


રાહુલ નામનો એક છોકરો પોતાની મા સાથે શેરીએ શેરીએ ભીખ માંગવા જતો હતો. તે અને તેની મા બંને ફૂટપાથ પર જ રહેતાં હતાં. તેના પિતા તો તેના જન્મતા જ અવસાન પામેલા અને મા દારૂની વ્યસની એટલે આખા દિવસની માંગેલી ભીખમાંથી મળેલા રૂપિયા દારૂમાં જ જતાં રહેતાં હતાં. રાહુલને ઘણી વખત ભૂખ્યા સૂવાનો વારો પણ આવતો હતો. પહેરવા માટે પણ એક જાેડી કપડાં જ હતાં, તે પણ સાવ ગંદા. ચોમાસામાં વરસાદથી બચવા કોઈ દુકાનના છાપરા નીચે સહારો લેવો પડતો હતો. તેમાં જાે કોઈ પોલીસની નજરે ચડે તો આખી રાત વરસાદના પાણીમાં પલળીને કાઢવી પડે, એવું જીવન હતું. શિયાળામાં પણ ગાઢ ઠંડી હોય તો પણ રોડ પર રહીને ધ્રુજીને દિવસ કાઢવા પડતાં હતાંં. અને ઉનાળામાં આકરો તાપ પણ સહન કરવો પડતો હતો.

આવી કારમી ગરીબીમાં પણ રાહુલ કંઇક કરવાના સપના સેવતો હતો. તે હંમેશા સ્પોટ્‌ર્સર્ બાઈક લઈને જતા યુવાનોને નીરખીને જાેતો રહેતો હતો. પોતાની પાસે પણ આવી બાઈક હોય તો કેવું સારું લાગે તેની કલ્પના કરતો રહેતો હતો. પણ ક્યાં એવું આ દુઃખીયારાનું નસીબ કે તેની પાસે સ્પોટર્સ બાઈક આવવાની !

પણ એવું કહેવાય છે કે નસીબનો કોઈ ભરોસો નથી, એ ચમકવાનું હોય તો રાતોરાત જીવન બદલી નાખે છે. આ રસ્તે ભટકતો રાહુલ, એક દિવસ ગરીબોની મદદ કરનાર મિસ્ટર શર્માના સંપર્કમાં આવ્યો. તે પોતે કંઇક બનવા માંગે છે, જીવનમાં આગળ વધવા માંગે છે તે વિશે તેમને જણાવ્યું. તેની વાત સાંભળી, તેના સપનાઓ વિશે જાણી મિસ્ટર શર્માએ તેને ભણાવવાનું નક્કી કર્યું. તેમણે તેનું શાળામાં એડમિશન કરાવ્યું. તે સિવાય તેના રહેઠાણની પણ વ્યવસ્થા કરી આપી.

ભીખ માંગનાર રાહુલ હવે શાળાએ જવા લાગ્યો હતો. તેણે પોતાનું ભણતર શરૂ કર્યું હતું. રાત દિવસ તે ખૂબ જ મહેનત કરતો હતો. તેની વ્યસની મા ઘણી વખત તેનો મજાક પણ ઉડાવતી હતી. અને કહેતી હતી કે, ‘તું ભિખારી જન્મ્યો છે અને ભિખારી જ મરીશ. આ બધા ચોપડાના પાના ફેરવવાનું બંધ કર. તારું આમાં કંઈ જ રાખ્યું નથી. આ તો મોટા ઘરના છોકરાઓને શોભે. તું ભિખારી છે એ જ તારું કામ છે. તારે ભીખ માંગવાની અને પોતાનું પેટ ભરવાનું.’પોતાની માના કડવા વેણ સાંભળ્યા બાદ પણ રાહુલ ખૂબ જ મન લગાવીને અભ્યાસ કરતો હતો. ખૂબ જ મહેનત અને પરિશ્રમથી તેણે દસમું ધોરણ પાસ કર્યું. અને પછી સાયન્સ લઈ ૧૨ સાયન્સ પણ પાસ કર્યું. હવે તેણે આગળ ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ કરવું હતું. એટલે મિસ્ટર શર્માએ તેણે શહેરની ટોપની કોલેજમાં તેનું એડમિશન કરાવી આપ્યું. તેણે ખૂબ જ મન લગાવીને પોતાનું ભણતર શરૂ કર્યું.એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો થતાં તેણે કેમ્પસ ઇન્ટરવ્યૂમાં જ જાેબ મળી ગઈ. શેરીએ શેરીએ ભીખ માંગતો રાહુલ હવે મોટી કંપનીમાં નોકરી કરવા લાગ્યો હતો. તે જેવી બાઈક ચલાવવાના સપના જાેતો હતો, હવે તે તેવી જ બાઈક બનાવવા લાગ્યો હતો.

હવે તો રાહુલનું એક સપનું હતું કે મિસ્ટર શર્માની જેમ પોતે પણ ગરીબ બાળકોના અભ્યાસ માટે કામ કરે. જેવી રીતે પોતે એક શ્રેષ્ઠ જીવન મેળવ્યું છે તેવી રીતે જ અન્ય ગરીબ બાળકોને પણ એવું જ શ્રેષ્ઠ જીવન અપાવી શકે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution