વલસાડ, હેલ્પિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેડિકલ હોમ પારડી ખાતે દાતાઓના સહયોગથી અદ્યતન અને આરોગ્યપ્રદ કિચન અને ડાઇનિંગ હોલનું લોકાર્પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજયકક્ષાના મંત્રી કિશોરભાઇ કાનાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે, ચાર વડીલોની સેવા એ ચાર ધામની યાત્રા બરાબર છે. આ યુગમાં વડીલોની ઘર કરતાં વધુ સારી સેવા કરવી નાની-સૂની વાત નથી, ત્યારે હેલ્પિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે નિઃસ્વાર્થ ભાવે આ સેવા કરી છે. મા અમૃત્મ કાર્ડ ગરીબો માટે અમૃત સમાન છે, જેના થકી અનેક પરિવારોના લોકોની વિનામૂલ્યે સારવાર કરાતાં ઘરનો આધાર બચાવી શકયા છે. વિધવા સહાય યોજનામાં જરૂરી સુધારો કરી તે જીવે ત્યાં સુધી પેન્શન મળે તે પ્રકારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે.