શહેરા
શહેરા તાલકાના સુરેલી ગામના પટેલ ફળિયા પાસે આવેલ એક વૃક્ષ પર ઓઢળા વડે સ્થાનિક ગામના યુવક અને ડોકવાની કિશોરીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.પોલીસ બનાવ સ્થળે પહોંચીને તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા.
શહેરા તાલુકાના સુરેલી ગામના પટેલ ફળિયા માં પાસે આવેલ ખેતર માં પ્રેમી પંખીડા એક ઝાડ પર લટકતી હાલત માં જાેવા મળતા ગામમાં ચકચાર મચી ગઇ હતી.ગામના એક જાગૃત નાગરિક દ્વારા પોલીસ મથકે જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળ ખાતે પહોંચી જઈને જરૂરી તપાસ હાથધરી હતી. પોલીસે ઓઢળી વડે ગળેફાંસો ખાધેલી યુવક અને ય કિશોરીની લાશ ને સ્થાનિક લોકોની મદદથી નીચે ઉતારી ને પીએમ અર્થે મોકલી દેવામાં આવી હતી. પોલીસ તપાસમાં મરણ જનાર સ્થાનિક સુરેલી ગામનો યુવક અને ડોકવા ગામની કિશોરી હોવાનું બહાર આવ્યું હતુ. પોલીસે આ મામલે વધુ તપાસ સાથે જરૂરી કાર્યવાહી હાથધરી હતી