ગાંધીનગર-
સરકાર દ્વારા આંતરધર્મિય લગ્ન માટે ‘સ્પેશિયલ મેરેજ એક્ટ’ બનાવેલ જેમાં એક ધર્મના યુવક યુવતીએ બીજા ધર્મના યુવક યુવતી સાથે લગ્ન કરવા હોય તો કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડે. પરંતુ આ કાયદાને પોલીસની કામ કરવાની નિષ્કિયતાએ બુઠો બનાવી દીધો છે. જેતપુરમાં લવ જેહાદ દુષણ ખુબ જ બેફામ બન્યું છે. વિધર્મી યુવકો હિંદુ યુવતીઓને ફસાવીને ભગાડે છે એ પછી સેવા કરાર કે અન્ય રીતે લગ્ન કરે છે.
એક મુસ્લિમ યુવાન હિન્દુ યુવતીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી જતા માતા પિતાએ પોલીસવડાને લેખિત રજુઆત કરી પોતાની પુત્રી ઘરેથી કપડાં, મોબાઈલ, સોનાનો ચેઈન, બુટ્ટી, વીંટી તેમજ ૨૧ હજાર રોકડ સહિત કુલ બે લાખનો મુદ્દામાલ લઈને ચાલી ગઈ છે જેથી આ બધા દાગીના વેચીને પૈસા પુરા થઈ જશે તો પાતાની પુત્રીને પણ વેચી નાંખશે તેવી દહેશત વ્યક્ત કરી છે.
જેતપુરમાં જ રહેતી અલકાબેન પરમાર સાથે ઈકબાલ હાસમ સોરા નામના પરિણીત મુસ્લિમ યુવકે કાયદેસરના લગ્ન થઈ શકે તેમ ન હોવાથી સેવા કરાર કરીને ભગાડી ગયો અને આવા કરાર નોટરીને કરવાની સત્તા જ ન હોવા છતાં નોટરીએ આવા કરાર કરી આપ્યા છે. ચાંદની દત્તા નામની યુવતીને ઈરફાન યુનુસખાન પઠાણ નામનો યુવક ભગાડી ગયો છે અને મૈત્રી કરાર જેવો ગેરકાયદેસર કરાર કરી લીધો છે.