અરવલ્લી-
જિલ્લાના બાયડ તાલુકાના પીપોદરા ગામના અને લહેરીપુરા ગામની યુવતી પ્રેમમાં હતા. બંનેના માતા પિતા અને સમાજના ડરથી બન્ને પ્રેમી પંખીડાઓએ ઝાડ સાથે દોરડું બાંધી સજોડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. તેમજ બન્નેના પરિવારમાં તેમજ સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. તેમજ બાયડ પોલીસે બંને મૃતક યુવક-યુવતીના મૃતદેહને પી.એમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.