નર્મદા-
મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે. બંને વચ્ચે ઈકો સેન્સેટિવ ઝોનને લઈને લાંબા સમયથી રાજકારણ ચાલી રહ્યું છે. 'આદિવાસી અનામત બેઠકો ઉપર ચૂંટાયેલ સાંસદ અને ધારાસભ્ય સરકારના દલાલો છે' તેવા બીટીપીના મહેશ વસાવા દ્વારા લગાવેલા આક્ષેપને સાંસદ મનસુખ વસાવાએ વખોડ્યો છે.
ડેડિયાપાડાના બીટીપી ના ધારાસભ્ય મહેશ વસાવાએ ઇકો-સેન્સેટિવના મુદ્દે યોજેલી જાહેર સભામાં અનામત બેઠકો ઉપર ચૂંટાયેલ સાંસદ અને ધારાસભ્યએ સરકારની દલાલી કરે છે તેવા આક્ષેપો લગાવ્યા હતા. જને લઈને નર્મદા જિલ્લામાં રાજકરણ ગરમાયુ હતું. તથા આ મામલે આજે ભાજપના સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું કે, મહેશ વસાવાની વાત પાયાવિહોણી છે. તેઓ વર્ષોથી અન્ય પાર્ટીની દલાલી કરે છે. અમે સરકારમાં ઇકો સેન્સિટિવ ઝોન મામલે રજૂઆતો કરી છે. તેનો પોઝિટવ જવાબ મળે છે. તથા નર્મદા જિલ્લાના 121 ગામોમાં જે એન્ટ્રી પાળવાની હતી, તે રાજ્ય સરકારે રદ કરી છે. ઇકો-સેન્સિટિવ મુદ્દો કેન્દ્ર સરકારનો છે, ને રાજ્ય સરકારે સરકારનું કામ કર્યું છે. કેન્દ્ર સરકારમાં પણ ઇકો સેન્સિટિવ મુદ્દે રજૂઆતત કરીશું. સરકારે ઇકો-સેન્સિટિવની એન્ટ્રીઓ અમારી માંગના લીધે કાયમી ધોરણે રદ કરી છે. સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, બીટીપીના આ લોકો આદિવાસીઓને ઉશ્કેરવાનું કામ કરે છે.