ભાગદોડવાળી લાઈફમાં વજન વધી જવું હવે એક સામાન્ય સમસ્યા બની ગયું છે. 10માંથી 7 લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન રહે છે. ઘણાં લોકો અનેક પ્રકારના ઉપાયો પણ કરે છે, છતાં રિઝલ્ટ મળતું નથી. જેથી આજે અમે તમને એક એવી જબરદસ્ત રેસિપી જણાવવાના છે જેને ખાઈને તમે 15 દિવસમાં 5 કિલો સુધી વજન ઘટાડી શકો છો. અમે વાત કરી રહ્યાં છે એક હેલ્ધી ખિચડીની રેસિપીની. જે પ્રોટીનથી ભરપૂર હોવાની સાથે જ સ્વાદિષ્ટ પણ છે. આને જેવી-તેવી સમજવાની ભૂલ ન કરતાં. આ ખિચડી ખાશો તો તમારું સો ટકા વજન ઘટશે.
સામગ્રી:
1 કપ ફોતરાવાળી મગની દાળ,1 કપ બ્રાઉન રાઈસ,2 કપ મિક્ષ શાકભાજી (તમને જે પણ શાક પસંદ હોય એ નાંખી શકો છો),5-6 કપ પાણી,1 ચમચી જીરું,1 ચપટી હીંગ,1 ચમચી ઘી,મીઠું સ્વાદ પ્રમાણે
રીત:
સૌથી પહેલાં ગેસ ઓન કરીને કૂકર ગેસ પર મૂકો, પછી તેમાં ઘી નાખીને જીરું, હીંગ નાખીને પછી બધાં જ શાકભાજી તેમાં નાખીને બરાબર સાંતળી લો. પછી તેમાં રાઈસ, દાળ અને પાણી ઉમેરી દો. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હલાવીને કૂકરનું ઢાંકણ બંધ કરી દો. 3-4 સીટી વગાડી ગેસ બંધ કરી દો. ઘરની આ સાદી ખિચડી ખાવાથી તમારું પેટ હળવું તો રહેશે જ સાથે પ્રોટીન અને પોષક તત્વો પણ મળશે. તમે આમાં સીઝન પ્રમાણેના શાકભાજી નાખી શકો છો. બાકી તીખું ખાવું હોય તો લીલું મરચું કે, લાલ મરચું પણ નાખી શકો છો. આ ખિચડી રોજ ડિનરમાં ખાઈ શકો છો.