મોસાળ સરસપુરથી ભગવાન જગન્નાથજી નિજ મંદિરે પરત ફર્યા

અમદાવાદ ભગવાન જગન્નાથની ૧૪૭મી રથયાત્રા ૭ જુલાઈના રોજ નીકળશે. ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા. મામાના ઘરે વધારે કેરી અને જાંબુ ખાવાથી ભગવાનને આંખો આવી છે. જેથી સવારે ભગવાનના આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણની વિધિ બાદ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવેલા સાધુ-સંતોનો ધોળી દાળ અને કાળી રોટી (દૂધપાક-માલપુઆ)નો ભંડારો યોજાયો. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડ્યા. ભગવાનના દ્વાર ખુલતા જ લોકોમાં હરખની હેલી જાેવા મળી હતી. બાદમાં ‘જય રણછોડ, જય જગન્નાથ’ના નાદ સાથે આરતી કરાઈ હતી. ૧૫ દિવસ પછી ભગવાનના લોકોએ દર્શન કરતા ધન્યતા અનુભવી હતી.વાજતે ગાજતે ભગવાનના મંદિરની ધજા બદલવામાં આવી છે. ભગવાનના શિખર પર લાગેલી ત્રણેય ધજાઓ બદલવામાં આવી.સાધુ સંતોના ભંડારા માટે મંદિરના પ્રાંગણમાં મોટો ડોમ બાંધવામાં આવ્યો.મંદિરની બહાર પોલીસ બંદોબત ગોઠવવામાં આવ્યો. ભંડારામાં કાળી રોટી અને સફેદ દાળનું મહત્વ છે. ૨૦,૦૦૦ સંતો અને ભાવિક ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું . જેના માટે ચણા અને બટાકાનું ૫-૫ હજાર કિલોનું શાક, ૧૦૦૦૦ લીટર દૂધપાક, ૧૦૦૦૦ લીટર કઢી, ૩૦૦૦ કિલો લોટનાં માલપુઆ, ૧૦૦૦ કિલો લોટની પૂરી, ૧૦૦૦ કિલો ભાત અને ૩૦૦૦ કિલો ભજીયા તૈયાર કરવામાં આવ્યા.ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી ને ભાવતું ભોજન આપવામાં આવે છે. ભગવાનને વધારે કેરી અને જાંબુ ખાવાના કારણે તેમની આંખો આવી ગઈ હોવાની માન્યતાને લઈ તેમને આંખે પાટા બાંધવાની વિધિ જેને નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે તે સવારે કરવામાં આવી હતી. આંખે પાટા બાંધવાની વિધિ કર્યા બાદ વરસમાં એકવાર મંદિરની ધજા બદલવામાં આવતી હોય છે.ભક્તો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ મિષ્ઠાન, નમકીન સહિત અન્ય વાનગીઓ મળી કુલ ૧૪૭ વાનગી ભગવાન સમક્ષ શાસ્ત્રોક્ત વિધિ સાથે ધરાવવામાં આવી હતી. ત્યારબાદ અન્નકૂટની આરતી થઈ હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution