લોકસભા ચૂંટણીના ઉમેદવાર કન્હૈયા કુમાર પર હુમલો થયો

લોકસભા ચૂંટણીના ઉમેદવાર કન્હૈયા કુમાર પર હુમલો થયો

નવી દિલ્હી,

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નોર્થ ઈસ્ટ દિલ્હીનાં ઉમેદવાર કન્હૈયા કુમારને સાતથી આઠ લોકોએ જાહેરમાં માર માર્યો હતો. આ સિવાય તેમની પર કાળા રંગની સહી પણ ફેકવામાં આવી હતી. મારમારવાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. કન્હૈયા કુમાર પર હુમલો કરનાર પૈકીના બે હુમલાખોરોએ જણાવ્યું હતું કે કન્હૈયાએ દેશને તોડવા અંગે અને ભારતની આર્મી વિરુદ્ધનું નિવેદન આપ્યું હોવાના પગલે તેમને મારમારવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે એક યુવક કન્હૈયા કુમારની નજીક આવે છે અને પહેલા તેમને માળા પહેરાવે છે અને પછી અચાનક કન્હૈયા કુમારને લાફો ઝીંકી દે છે. આ ઘટનાનો વીડિયો જાેતા એવું લાગે છે કે જાણે આ ઘટના પૂર્વાયોજિત હતી.

કન્હૈયા કુમારના કાર્યાલય દ્વારા આ મામલે ભાજપ સાંસદ મનોજ તિવારીને દોષિત ઠેરવાયા છે અને તેમના પર આરોપ મઢવામાં આવ્યા છે. કન્હૈયા કુમારના કાર્યાલય વતી એવું કહેવામાં આવ્યું હતું કે કન્હૈયાને મળી રહેલું જંગી સમર્થન મળી રહ્યું છે તેનાથી નારાજ મનોજ તિવારી તેમના સાથી ગુંડાઓને મોકલીને કન્હૈયા પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જનતા તેનો જવાબ આપશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution