ગોધરા વોર્ડ નંબર -૧૦ ના છકડાવાળ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન



ગોધરા શહેરના વોર્ડ નંબર -૧૦ ના છકડાવાળ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો હેરાનપરેશાન થઈ ગયા છે તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતા વરસાદી પાણીનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.ગોધરા શહેરમાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ગોધરાના છકડાવાળા વિસ્તારની વાત કરવામાં આવે તો વરસાદી પાણી ભરાવાની સાથે લોકોના ઘરોમાં પહોંચી ગયું છે તંત્રને છેલ્લા ત્રણ વર્ષથી લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાંય વરસાદી પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી જેને લઈને લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે આ ઉપરાંત ભુગર્ભ ગટરનું ગંદુ પાણી પણ વરસાદી પાણી સાથે ભળીને ધરમાં ધુસી જતા સ્થાનિક લોકોની હાલત કફોડી બની છે ગોધરા નગરપાલિકા તંત્રને વરસાદી પાણીના નિકાલને લઈને આગોતરી જાણ કરી હોવા છતા સ્થાનિકોની રજુઆત ધ્યાને ન લેવામાં આવી હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે હાલ તો સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાના કારણે લોકોને અવરજવર કરવા માટે પણ અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અને પાણીજન્ય જીવાત પણ ધરમાં આવવા ના કારણે ત્યાં રહેવાનું પણ સ્થાનિકો માટે મુશ્કેલ બન્યું છે તો બીજી તરફ યોગ્ય સાફસફાઈના અભાવે સ્થાનિકોને રોગચાળો ફાટી નીકળવાનો ડર પણ સતાવી રહ્યો છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા કાયમી ધોરણે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે અને જાે હજુ પણ પાલિકાના શાસકો દ્વારા આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વરસાદ વધુ પડે તો વધુ વિકટ પરિસ્થિતિ ઉદભવે તેમ છે ત્યારે સ્થાનિક લોકો પાલિકાનો તમામ પ્રકારનો ટેક્ષ ભરતા હોવા છતા સ્થાનિક લોકોની સમસ્યા નું નિરાકરણ લાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નિવડયુ છે તો બીજી તરફ વોટ લેવા આવતા નેતાઓ પણ લોક સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નિવડ્યા છે જેને લઈને લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution