સ્થાનિક સ્વરાજયની ચુંટણી: રાજકોટ મનપાની ચૂંટણી માટે કોંગ્રેસના 30થી વધુ ઉમેદવાર આજે ફોર્મ ભરશે

રાજકોટ-

રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસે હજી સત્તાવાર રીતે 22 જ ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જ્યારે એવું પણ માનવામાં આવે છે કે શહેર પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રી વાઘેલા તેમ જ પૂર્વ વિપક્ષી નેતા વસરામ સાગઠિયાની પેનલ હજુ જાહેર નથી થઈ હોવા છતાં તેઓ પણ પોતાના ઉમેદવારી ફોર્મ ભરશે. જોકે હજી પણ કોંગ્રેસે મોટા ભાગના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી એટલે અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજય મેળવવા કોંગ્રેસ તમામ પ્રકારના પ્રયાસ કરી રહી છે. જોકે, માત્ર 22 ઉમેદવારોના નામ જાહેર કરાતા લોકોમાં આ એક ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે ટૂંક જ સમયમાં આવવાની છે ત્યારે રાજકોટમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે, જે અંગે રાજકોટ શહેર કોંગ્રેસના 30થી વધુ ઉમેદવારો પોતાની આજે ઉમેદવારી નોંધાવશે. આ માટે રાજકોટમાં એ ડિવિઝન પોલીસ મથક સામે કોંગ્રેસ દ્વારા વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ઉમેદવારીપત્ર ભરનારા તમામ કોંગ્રેસના ઉમેદવારો એકઠા થશે. અહીં સભા બાદ તમામ પોતપોતાના વિસ્તાર માટેની ઓફિસ ખાતે ફોર્મ ભરવા જશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution