આજાેડ ગામની સીમમાં ટેન્કરના ચોરખાનામાં સંતાડી રાખેલો ૪૪,૮૩ લાખનો દારૂ મળ્યો

સાવલી

સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદ માં આવેલ આજાેડ ગામની સીમમાંગોવા બોર્ડરથી ટેન્કરના ચોરખાના માં સંતાડી સપ્લાય કરેલ ૪૪,૮૩,૨૦૦ લાખનો વિદેશી દારૂના જથ્થા સહીત કુલ ૫૯,૮૮,૨૦૦ ના મુદ્દામાલ ટેન્કર સહિત વડોદરા ગ્રામ્ય ન્ઝ્રમ્ની ટીમે ટોલનાકા પાસેથી ઝડપી પાડી, બે વિરુદ્ધ ગુનો નોંધ્યો છે વડોદરા ગ્રામ્ય ન્ઝ્રમ્ દ્વારા વડોદરા થી અમદાવાદ તરફ જતા વિદેશી દારૂ ભરેલ ટેન્કરને બાતમી ના આધારે ઝડપી પાડયું હતું જે ટેન્કરમાં ચોર ખાનું બનાવી ગેરકાયદે ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. જેને ન્ઝ્રમ્ની ટીમે ઝડપી પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૧૨૦૮ નંગ બોટલ જેની કિંમત રૂ.૪૪,૮૩,૨૦૦/-નો વિશાળ જથ્થો જપ્ત કરી એકની ધરપકડ કરી છે. એલ.સી.બી.ના પી આઈ કૃણાલ પટેલ ની ટીમે બાતમીના આધારે આજાેડ ગામની સીમમાં આવેલ એક્ષપ્રેસ-વે ના ટોલનાકા ઉપર વડોદરાથી અમદાવાદ જતા ટેન્કર ને ઝડપી પડી છે અને તેમાં તપાસ કરતા ટેન્કરની આગળની સાઇડે એક લોખંડની સીડી બનાવેલી હતી. શંકાના આધારે આ સીડીના નટ બોલ્ટ ખોલતા અંદર એક ચોરખાનું બનાવેલુ હતુ. અને આ ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એલ.સી.બી.ની ટીમે ટેન્કરમાંથી મળેલ ભારતીય બનાવટની વિદેશી દારુની કુલ ૯૩૪ નંગ પેટી નંગ, જેમાં ૧૧૨૦૮ નંગ બોટલ જેની કિંમત રૂ.૪૪,૮૩,૨૦૦/-તેમજ ૫૦૦૦ રૂપિયાની કિંમત વાળો એક મોબાઇલ ફોન અને ૧૫ લાખની કિંમત વાળું ટેન્કર એમ કુલ મળી રૂ.૫૯,૮૮,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution