લોકસત્તા ડેસ્ક
સ્પેનિશ ક્લબ બાર્સિલોનાનો ફૂટબોલર લિયોનેલ મેસ્સી સળંગ 16મી સિઝનમાં ગોલ કરનારો દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે મંગળવારે રાત્રે ચેમ્પિયન્સ લીગની નવી સિઝનની પ્રથમ મેચમાં રેકોર્ડ બનાવ્યો છે. ઘરેલુ મેદાન કેમ્પ નાઉટ પર બાર્સિલોનાએ હંગરીની ક્લબ ફેરેન્કાવારોસને 5-1થી હરાવી છે. મેચમાં મેસ્સી, એન્સુ ફેટી, ફિલિપ કોટિન્હો, પેડ્રી અને ઓસમાન ડેમ્બલેએ 1-1 ગોલ કર્યો હતો.
• 38મી વિરોધી ટીમ સામે ગોલ કર્યો મેસ્સીએ
• 37 મેચથી ઘરેલુ મેદાન પર હારી નથી બાર્સિલોના
મેસ્સીના સૌથી વધુ ગોલ
• મેસ્સીએ 38મી વિરોધી ટીમ સામે ગોલ કર્યો. તે સૌથી વધુ વિરોધી સામે ગોલ કરનારો ખેલાડી છે. રોનાલ્ડો-રોલ (33-33) સાથે બીજા નંબરે છે.
• મેસ્સીએ 13મી વખત પેનલ્ટી કિકથી ગોલ કર્યો. તે પેનલ્ટીથી ગોલ કરવામાં બીજા
• 28 ગોલ મેસી બાર્સિલોના
• 27 ગોલ રૉલ રિયલ મેડ્રિડ
• 21 ગોલ પિએરો યુવેન્ટસ
લીગની અન્ય પ્રમુખ મેચનાં પરિણામ
• માન્ચેસ્ટર યુનાઈટેડે પીએસજીને 2-1થી હરાવી. યુનાઈટેડે પોતાના ઈતિહાસમાં પ્રથમ વખત સળંગ 10મી અવે મેચ જીતી.
• યુવેન્ટસે ડાયનેમો કીવને 2-0થી હરાવી. તેણે સળંગ છઠ્ઠી ગ્રૂપ મેચ જીતી છે.
• લાજિયોએ બોરૂસિયા ડોર્ટમન્ડને 3-1થી હરાવી. 17 વર્ષ 113 દિવસનો જ્યૂડ બેલિંઘમ લીગમાં ડોર્ટમન્ટ તરફથી રમનારો સૌથી યુવાન ઈંગ્લિશ ખેલાડી છે.
• ચેલ્સી અને સેવિલાની મેચ 0-0થી ડ્રો રહી.