વંશ : ટીપ ઓફ ધ આઇસબર્ગ

જ્યારે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બનવાની સફર શરૂ થાય છે ત્યારે તમારા પી.જી. ડોક્ટર એક પિતા અને માતા બંનેની ગરજ સારે છે. પણ પી.જી. ટીચર કોને સિલેક્ટ કરવા એ પ્રક્રિયા એટલી સરળ મારા માટે નહતી.

ત્યાંના જ એક સિનિયર ડોક્ટર અજયભાઈને મેં પૂછ્યું કે, “અજયભાઈ, કોનું યુનિટ લેવાય?”

“જાે ભાઈ, ઘણું અંદરની વાત તો ના ખબર હોય પણ આખી હોસ્પિટલમાં ડો. આબિદ વિજાપુરા સાહેબનું નામ પ્રખ્યાત છે.” અજયભાઈએ ટુંકમાં જ જવાબ આપ્યો.

એડમિશન બાદ આબિદ સર જાેડે મારે ફ્ક્ત એક જ મુલાકાત થઈ હતી. સરના સ્વભાવની સૌમ્યતા તમારી આત્માને સ્પર્શી શકે એટલી પ્રભાવશાળી આભા તેમની છે. પણ આબિદ સરના યુનિટમાં જે સિનિયર રેસિડેન્ટ ડોક્ટર હતા તેમની ટોક્સીસિટીનો ખોફ છેલ્લા બે મહિનાથી મેં સાંભળ્યો પણ હતો અને અનુભવ્યો પણ હતો.

મેં ડો.નીરવભાઈને પૂછ્યું, “ભાઈ, એ બીજા યુનિટના સિનિયર ડોક્ટર્સ વિશે ઘણું સાંભળ્યું છે, આટલી બધી હેરાનગતિ તો કેમની સહન થાય?”

નીરવભાઈએ મને હસતા હસતા કહ્યું, “એ તો બધું એકાદ વર્ષ માટે હોય, પણ તારા પી.જી. ટીચર અને એમણે આપેલું નોલેજ તો જિંદગીભર તારી સાથે જ રહેશે. જાે હું તારી જગ્યાએ હોત તો ડો. વિજાપુરા સરની જ સીટ લેત.”

આટલું સાંભળ્યા પાછી મારા મગજની બધી જ મુંઝવણનો અંત આવી ગયો હતો.

ડો. વિજાપુરા સરના હાથ નીચે કામ કરવાની ખુશી હતી, તો યુનિટના ખતરનાક સિનિયર્સને ફેસ કરવાનું ટેન્શન પણ હતું.

યુનિટ ત્રણમાં મારો છેલ્લો મહિનો હતો. રાતના ૩ વાગ્યાનો સમય.

“ઝાકળ જેવી આ બે પળનો સાગર જેવો હરખ, જળની છે કે મૃગજળની છે, શેની છે આ તરસ” હું દાખલ થયેલા બાળકોની ટ્રિટમેન્ટના ઓર્ડર લખતા લખતા મનમાં કોઈક ખાસ વ્યક્તિની યાદમાં આ ગીતના શબ્દો બબડી રહ્યો હતો.

ચોમાસુ હજી જામ્યુ નહતું. ઉનાળાની છેલ્લી છેલ્લી રાતો હતી. વોર્ડની બારીઓમાંથી સૂસવાટા મારતો ઠંડો પવન આવી રહ્યો હતો અને હાથમાં ‘હાથકડી’ ભરાવી હોય તેમ ઇન્ટરાકેથ નાખેલા બાળકો સૂતા હતાં.

અચાનક એક ૬ વર્ષનો છોકરો દોડતો દોડતો વોર્ડની અંદર આવી ગયો. અમે હજી કંઇ પણ બોલીએ એ પહેલા તો એ છોકરો સીધો નર્સ્િંાગ સ્ટેશનમાં આવી ગયો અને નીચે બેસી ગયો. અમે કૂતૂહલવશ ફક્ત તેને જાેઇ જ રહ્યાં હતાં ત્યાં તો તે જાેર જાેરથી બૂમો પાડવા લાગ્યો, “મને જલ્દી નોટબૂક આપો.”

અમે હજી પણ આઘાતમાં જ હતા, એટલામાં તેણે અમે જેમાં પેશન્ટની ટ્રિટમેન્ટ લખીએ તે કાગળ લીધું અને ત્રાડૂક્યો, “મને જલ્દી પેન આપો, મારે હોમવર્ક કરવાનું છે.”

અમે કંઇ પણ સમજીએ એ પહેલા તો તે વોર્ડના દરવાજા તરફ દોડ્યો અને બોલ્યો, “હમણા મારા સર આવશે અને જાે હોમવર્ક નહીં કર્યુ હોય તો મને બોલશે..”

છોકરાનું આવું વર્તન ઘણા પ્રશ્નો મનમાં ઉભા કરે એવંુ હતું. ઘણી મહેનતે તેને ઇન્ટરાકેથ નાંખવામાં આવી.

વંશ નામ હતુ એ છોકરાનું.

તેના પેરેન્ટસ સાથેની વાતચીતથી ખ્યાલ આવ્યો કે, વંશ કેટલાય દિવસથી સ્કૂલમાં જવાની ના પાડતો હોય છે, સરખુંુ જમતો નથી અને રાતે શાંતિથી સૂઇ પણ નથી શક્તો, અને આખી રાત કંઇકનુ કંઇક બબડ્યા કરે છે.

પ્રાથમિક તપાસમાં એટલો ખ્યાલ આવી ગયો હતો કે વંશ અમદાવાદની સારી ગણાતી સ્કૂલોમાંથી કોઇ એક સ્કૂલમાં ભણતો હતો. તેના આ વર્તન વિશેની વધારે તપાસ કરવા માટે તેનો સાઇકિયાટ્રિક રેફરન્સ કરાવવો જરૂરી હતો.

વંશ સાઇકિયાટ્રિક્ને બતાવીને પાછો આવ્યો.

તેની ઓ.પી.ડી. બુક ખોલીને જાેયું તો ડાયગ્નોસિસ લખ્યું હતંુ, ‘સ્કૂલ એન્વાયર્મેન્ટલ ટ્રોમા.!’

વંશની તકલીફનું કારણ તેની સ્કૂલનંુ તણાવપૂર્ણ વાતાવરણ હતું.

વંશ એવી સ્કૂલમા ભણતો જેમાં એડમિશનના ફોર્મ સુદ્ધાં લેવા માટે સવારે ૪ વાગ્યાથી લાઇન લાગતી.

અને જેમા સ્ટુડન્ટની સાથે તેના પેરેન્ટસના પણ ઇન્ટરવ્યુ લેવામાં આવતાં. માનવુ અઘરૂ હતું પણ વાત એકદમ સાચી હતી.

વંશ હોંશિયાર તો હતો જ, પણ ‘બેસ્ટ સ્કૂલના બેસ્ટ ટીચીંગ’ને સમજવામા વંશને થોડીક વાર લાગતી હતી.

દરેક પેરેન્ટસ મિટિંગમાં પણ એ જ કહેવામાં આવતું કે વંશ ભણવામાં પાછળ જ રહી જાય છે, વંશના કોમળ મન પર આ ‘પાછળ રહી જવુ’ શબ્દએ ઘણો મોટો ટ્રોમા આપી દીધો હતો.

કદાચ વંશને ‘બેસ્ટ ટિચર’ કરતા એક ‘માસ્તર’ની જરૂર હતી કે જે તેને સમજાવી શકત કે પાછળ રહેવું એકદમ નોર્મલ છે.

થોડા દિવસોના સાયકોથેરાપીના સેશન બાદ વંશની માનસિક તબિયતમા ઘણો સુધારો હતો.

વંશને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો.

વંશ જ્યારે રજા લઇને ઘરે જતો હતો ત્યારે મને ‘ટાઇટેનિક’ની વાત યાદ આવી કે કેવી રીતે એ કેપ્ટનને એક મોટી હિમશીલા બરફનો નાનો ટૂકડો લાગી અને ટાઇટેનિક ડૂબ્યું, આ વસ્તુને ‘આઇસબર્ગ ફિનોમેના’ કહેવાય.

વંશ પણ ‘ટાઇટેનિકના આઇસબર્ગ’ જેવો જ હતો.

વંશ જેવા કેટલાય બાળકો આ ‘સ્કૂલ ઇન્વાયરનમેન્ટલ ટ્રોમા’થી હેરાન થતા હશે તે તાગ લગાવવો મુશ્કેલ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution