મારી જેમ

કોમ્પ્યુટર પર કયારના મથી રહેલાં દિકરાને જાેઈને ગોરધનદાસ એની નજીક આવ્યાં. વસંત કોમ્પ્યુટર પર ફોટાનું સોર્ટીંગ કરતો હતો. ગોરધનદાસે ચશ્મા પહેરીને એ ફોટા જાેયાં. ફોટા ઘણાં જુના દેખાતાં હતાં.

ગોરધનદાસ જ્યારે પતિ અને વસંતને લઈને પંદર વર્ષ પહેલા ગીરનાર ફરવા ગયેલા એ વખતના એ ફોટા હતાં. ત્યારે વસંત પંદર વર્ષનો હતો. એ ત્રણેયે ગીરનારના એ પ્રવાસ દરમિયાન ખૂબ મજા લૂંટી હતી. વસંત ફોટા ખેંચીને એ દરેક પળને કેમેરામાં ઝીલી લેતો’તો. ત્યારે ગોરધનદાસે વસંતનું ફોટા પાડવા પાછળનું ગાંડપણ જાેઈને પૂછેલું “બેટા, તું એટલા બધા ફોટા પાડે છે, તે આ બધા ફોટાનું શું કરીશ?”

ત્યારે વસંતે કીધેલું કે, ‘’પપ્પા, હું બારમું પાસ કરું પછી તમે મને કમ્પ્યુટર લઈ આપવાના ને? એમાં હું યાદગીરી રૂપે હંમેશા માટે આ બધા ફોટા સાચવી રાખીશ.” વસંતનો જવાબ સાંભળીને એ વખતે ગોરધનદાસની આંખમાં હર્ષના અમીબિંદુ ઊભરાઈ આવેલા.

ગોરધનદાસને અત્યારે એ ફોટા જાેઈને હરખ સમાતો નો’તો. એને મનમાં થયું કે છોકરો આ ફોટા અત્યારે ખોળે છે તો કંઈક નવું કરવાનો હશે. એને આશા જાગી, એટલે એને પૂછ્યું,

“દિકરા, ક્યારના આ ફોટાને અલગ તારવીને શું કરે છે?”

“કાંઈ કરતો નથી. બસ આ વધારાના ફોટા છે એને અલગ તારવીને ડીલીટ કરું છું. ખાલી ખોટી જગ્યા રોકે છે.” એટલું બોલતાંની સાથે એને એ ફોટાવાળું ફોલ્ડરને ડીલીટ માર્યું. એ જાેઈને ગોરધનદાસની આંખોમાં પાણી તરી આવ્યું.

“હા દિકરા, વાત સાચી છે. ખાલી ખોટી જગ્યા રોકતા હોય એને સાચવીનેય શુ કામના! એ નડતરરૂપ જ થવાના. સમય આવે એને બહાર કાઢવા જ પડે. મારી જેમ...” છેલ્લા શબ્દો ધીમેકથી બોલીને ગોરધનદાસ ભારે હૈયે ઘરની બહાર નીકળી ગયા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution