‘વોર ૨’માં રિતિકની જેમ કિયારા પણ એક્શનથી શરૂઆત કરશે

બોલિવૂડના યંગ એજ સ્ટાર્સમાં કિયારા અડવાણી મોખરે છે. સામાન્ય રીતે ગ્લેમરસ રોલમાં જોવા મળતી કિયારાએ પણ હવે એક્શન ક્વીન બનવા કમર કસી છે. ‘વોર ૨’માં રિતિક રોશન સાથે કિયારા લીડ રોલમાં છે. આ ફિલ્મના ટાઈટલને અનુરૂપ રિતિક અને કિયારાની એન્ટ્રી રાખવામાં આવી છે. બંને લીડ સ્ટાર્સ એક્શન સીક્વન્સ સાથે પહેલી ઝલક આપવાના છે. અયાન મુખરજીના ડાયરેક્શનમાં બની રહેલી ‘વોર ૨’માં જુનિયર એનટીઆર વિલન તરીકે જોવા મળશે. ૨૦૧૯માં આવેલી રિતિક-ટાઈગરની ફિલ્મની આ સીક્વલને યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની છઠ્ઠી ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. ફિલ્મનું શૂટિંગ આગળ વધી રહ્યું છે ત્યારે કિયારાના નવા અવતારની માહિતી પણ બહાર આવી છે. રિપોટ્‌ર્સ મુજબ, લીડ સ્ટાર્સના ઈન્ટ્રોડક્શન સીન્સ શૂટ થઈ ગયાં છે. જાપાનીઝ ગુંડાઓ સાથે શાઓલિન ટેમ્પલના બેકગ્રાઉન્ડમાં લડાઈ સાથે રિતિકની એન્ટ્રી થાય છે. જ્યારે એક મોલમાં કમાન્ડો ફાઈટ સાથે કિયારાનું કેરેક્ટર રજૂ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution