લોકસત્તા ડેસ્ક
શું તમે સોશ્યલ મીડિયા જેમકે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટસેપ પર વધારે એક્ટિવ રહો છો ? તો આ સમાચાર તમારા માટે છે. અમે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરો છો અને અજાણતા કેટલીક ભૂલો કરી બેસો છો. તેનું કેટલાક પ્રમાણમાં નુકશાન થાય છે. હાલના દિવસોમાં આવા કેટલાક પ્રકારના પ્રકરણ આવ્યા છે.
આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, આર્થિક ગુના યુનિટની સાયબર સિક્યુરિટી ટીમે સોશિયલ મીડિયા સિક્યુરિટીને લઈને માર્ગદર્શિકા બહાર પાડી છે. માર્ગદર્શિકા હેઠળ સોશિયલ મીડિયા પર શું કરવું અને શું ન કરવું તેની સૂચિ બનાવી લોકોને જાગૃત કરવાનું કામ કરવામાં આવ્યું છે. માર્ગદર્શિકામાં સલામતી વિશે શું કરવું, તે તૈયાર સૂચિમાં કહેવામાં આવ્યું છે કે નિયમિત અંતરાલે હંમેશા પાસવર્ડ્સ બદલવા જોઈએ.
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ફ્રેન્ડ વિનંતી સ્વીકારતા પહેલા, તેની પ્રામાણિકતા તપાસો. સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ગોપનીયતા સેટિંગ્સનો ઉપયોગ કરો. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર વ્યક્તિગત ફોટા અથવા કોઈપણ પ્રકારની વ્યક્તિગત માહિતી શેર કરવાનું ટાળો. કોઈપણ પ્રકારનાં ડાઉનલોડ કરતા પહેલા સુરક્ષા બ્રાઉઝર સેટિંગ્સને સક્ષમ કરો.
તેમજ શું ન કરવુ જોઈએ તે હેઠળ કોઈપણ અજાણ્યા સાથે પાસવર્ડ શેર ન કરવાનું કહેવામાં આવ્યું છે. અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારશો નહીં. કોઈ બીજાના કમ્પ્યુટર, મોબાઇલનો ઉપયોગ કર્યા પછી લોગઆઉટ કરવાનું ભૂલશો નહીં. કોઈપણ શંકાસ્પદ લિંકને ક્લિક ન કરો.
આવી ચીજોનું રાખો ખાસ ધ્યાન
તમારે ધ્યાન રાખવુ પડશે કે કોઈ તમારી ફેસબુક પ્રોફાઈલ ફોટાનો દુરુપયોગ તો નથી કરી રહ્યુ ને? કયાંક તમારી વ્હોટસપ DPથી કોઈ ફેક અકાઉન્ટ તો નથી બનાવ્યુ ને? હાલના દિવસોમાં એવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ફેસબુક અકાઉન્ટમાંથી ફોટો લઈને કેટલાક ફેક ID બનાવાઈ હોય અને તેનો ખોટો ઉપયોગ કરાયો હોય.