કેલિફોર્નિયા-
કેલિફોર્નિયાના જંગલોમાં આગ લાગી. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝમના જણાવ્યા અનુસાર છેલ્લા 72 કલાકમાં કેલિફોર્નિયાની આસપાસ 11,000 વખત વીજળી પડી હતી. જેને પગલે લગભગ 367 સ્થળોએ આગ લાગી હતી. આમાંથી 23 સ્થળોએ તેની અસર વધુ થઈ હતી. આ આગે ભીંસણ સ્વરૂપ ધારણ કરી લેતા 50થી 70 જેટલી ઈમારતોને નુકસાન થયું છે.
સરકારે પૂરજોશમાં બચાવ કાર્ય શરૂ કરાયું હોવા છતાં સરકારી તંત્રને ધારી સફળતા મળી ન હતી. આગ પર કાબુ મેળવવા માટે 400 જેટલી ગાડીઓ રાજ્યની બહારથી બોલાવવામાં આવી છે. સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે 72 કલાકમાં વીજળી પડવાની 11,000 ઘટના નોંધાઈ હતી, તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જંગલ વિસ્તારમાં પણ ભયાનક આગ ફાટી નીકળી છે. લગભગ 19000 એકરના વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ હોવાનો અંદાજ છે. આગનો ધુમાડો સાન ફ્રાન્સિસ્કો સુધી પહોંચ્યો છે.