જીવન એક સફર અને સફરનું જીવન

"જીવન એક એવી સફર છે જેમાં રસ્તાઓ અને રહેવાની સગવડ ગમે તેટલી પડકારજનક હોય તો પણ મુસાફરી કરવી જ જાેઈએ.” આ પંક્તિઓ હિમાની ચાવડા માટે આદર્શ છે. હિમાની ચાવડા એક જાણીતી યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએટર છે, જેની યુટ્યુબ ચેનલ ઉટ્ઠહઙ્ઘીઙ્મિેજં મ્ર્હિ ર્ં ્‌ટ્ઠિદૃીઙ્મ મુસાફરી, ફેશન, જીવનશૈલી અને મૂવી સમીક્ષાઓ પર આધારિત છે. તેના હજારો સબ્સ્ક્રાઇબર્સ છે અને તે વિપુલ ફેન ફોલોઇંગ ધરાવતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે.

હિમાનીનો પ્રવાસી બનવાનો શોખ બાળપણથી જ શરૂ થયો હતો. તેના પિતા પરિવાર સાથે અનેક સ્થળોએ મુસાફરી કરતા, તેમના પગલે ચાલીને હિમાનીમાં પ્રવાસ માટેનો પ્રેમ જાગૃત થયો. ૨૦૧૪માં, હિમાનીએ તેની પ્રથમ સોલો ટ્રીપ સિક્કિમની કરી અને ત્યારથી તેણે પાછા વળીને જાેયું નથી. અત્યાર સુધીમાં, તેણે ૫૦થી વધુ યાત્રાઓ કરી છે.

હિમાનીનું કરિયર એક રેડિયો જાેકી તરીકે શરૂ થયું હતું. રાયપુર છત્તીસગઢમાં રેડિયો રંગીલા ૧૦૪.૮ પર તે મુસાફરી આધારિત શો હોસ્ટ કરતી હતી. રેડિયો જાેકી તરીકેનો અનુભવ તેને હવે તેના વ્લોગ્સ માટે વધુ સારા વૉઇસઓવર રેકોર્ડ કરવામાં મદદરૂપ બન્યો. તેના કારણે તેના કન્ટેન્ટની સામગ્રી ગુણવત્તાસભર અને આકર્ષક બનાવે છે.

સિક્કિમની તેની પ્રથમ એકલ સફર તેના જીવનમાં ટર્ન્િંાગ પોઈન્ટ હતો. ત્યારથી હિમાનીના મનમાં ‘ટ્રાવેલ એઝ થેરાપી’નો વિચાર દ્રઢ થી ગયો છે. તેનો મુસાફરીનો શોખ તેને માત્ર નવું શોધવા અને અનુભવવા માટે નહીં, પણ પોતાની જાતને પામવા માટેનો માર્ગ છે તેમ તે કહે છે.

હિમાની ચાવડાએ સોલો ગર્લ ટ્રાવેલિંગને પ્રોત્સાહન આપીને અને સ્ટીરિયોટીપિકલ વિચારસરણીને તોડી રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. તેના ઇન્સ્ટાગ્રામ ફીડમાં, તમે તેની અનેક યાત્રાઓ અને અનુભવોથી ભરપૂર ચિત્રો અને કથાઓ જાેઈ શકો છો. તે માને છે કે દરેક મહિલા પાસે મુસાફરી અને શોધખોળ કરવાની ક્ષમતા છે અને તે તમામ સ્ત્રીઓને પ્રોત્સાહન આપે છે કે તેઓ તેમના સપનાંને પુરા કરે.

હિમાનીની સાથે તેના પતિ સાગર પટેલ પણ પ્રવાસ કરતા રહે છે. સાગર એક જાણીતી કંપનીમાં નોકરી કરે છે અને સાથે સાથે હિમાની સાથે ટ્રાવેલ બ્લોગિંગમાં જાેડાય છે. સાગરની નોકરી ઑનલાઈન વર્ક ફ્રોમ હોમ હોવાથી, તે મુસાફરી દરમિયાન પણ કામ કરી શકે છે. હિમાની અને સાગર જુદા જુદા સ્થળોના પ્રમોશન માટે ફ્રીમાં રહેવા, ખાવા અને ફરવાની તકોને એક્સ્પ્લોર કરે છે અને પ્રવાસનો આનંદ માણે છે. સાથોસાથ સફળતાપૂર્વક આ શ્રેણીમાંથી કમાણી પણ કરી શકે છે.

હિમાની અને સાગર ઘણા જાણીતા બ્રાન્ડ્‌સ સાથે સહયોગ કરી ચૂક્યા છે જેમ કે ડેનિયલ વેલિંગ્ટન, સ્ટ્રીટ સ્ટાઇલ સ્ટોર, કામ આયુર્વેદ, બાયોટિક વગેરે. હિમાનીને બ્રાન્ડેડ કન્ટેન્ટમાં વ્યક્તિગત સ્વાદ ઉમેરવાનું પસંદ છે, જે તેને અન્ય ઈન્ફ્લુએન્સરોથી અલગ બનાવે છે.

હિમાની કહે છે, “મારા માટે મુસાફરી એક રોગનિવારક કસરત છે. હું બાળપણથી જ મુસાફરી કરતી હતી. અમારા કૌટુંબિક રજાના પ્રવાસે હું અડધા દેશમાં જઈ ચૂકી હતી. ૨૦૧૪માં, મેં સિક્કિમની મારી પ્રથમ એકલ સફર કરી હતી. અને ત્યારથી, હું મુસાફરીમાં સતત લાગી રહી છું. દર મહિને હું મુસાફરી કરવાનો પ્રયાસ કરું છું, તે નાની વીકએન્ડની સફર હોય કે મોટી, આયોજિત સફર. મુસાફરી કરતી વખતે, મેં હંમેશા નવા લોકો સાથે વાતચીત કરવાની અને સ્થાનિક ખોરાક અજમાવવાની મજા માણી છે.”

હિમાની અને સાગર પેટલ એક એવી જાેડી છે જે સમર્પણ અને ઉત્સાહથી ભરપૂર છે. તેમના બ્લોગ અને વ્લોગ્સ નારી શક્તિને આગળ ધપાવવા અને મુસાફરીના શોખીનોને પ્રેરણા આપે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution