એલઆઈસીના રોકાણકારોએ રૂપિયા ૪૫,૦૦૦ કરોડની કમાણી કરી


ગત સપ્તાહમાં શેર બજારમાં ઉતાર-ચઢાવ જાેવા મળ્યો છે. આખા સપ્તાહ દરમિયાન થયેલ ઉતાર-ચઢાવ હોવા છતાં બોમ્બે સ્ટોર એક્સચેન્જના ૩૦ શેરોવાળા સેન્સેકસમાં ૭૨૮ પોઈન્ટનો ઉછાળો જાેવા મળ્યો હતો. આ દરમિયાન સેન્સેકસની ટોપ ૧૦ કંપનીઓમાંથી છ કંપનીઓના બજાર મૂલ્યમાં વધારો થયો હતો અને તેમાંથી દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીએ સૌથી વધુ નફો કર્યો હતો. એલઆઈસીના રોકાણકારોએ માત્ર પાંચ દિવસમાં આશરે રૂપિયા ૪૫,૦૦૦ કરોડની કમાણી કરી છે.

શેરબજાર માટે ગત સપ્તાહ સારું રહ્યું. સેન્સેકસની ટોચની ૧૦ સૌથી મોટી કંપનીઓમાંથી ૬ના માર્કેટ કેપમાં સંયુક્ત રીતે ૧,૮૫,૧૮૬.૫૧ કરોડનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન જે છ કંપનીઓને નફો થયો હતો તેમને રોકાણકારોને માલામાલ કરાવી દીધા છે. તેમાં પણ ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસી પ્રથમ સ્થાને છે. પાંચ દિવસના ટ્રેડિંગ દરમિયાન એલઆઈસીનું માર્કેટ કેપ વધીને ૭,૪૬,૬૦૨.૭૩ કરોડ થઈ છે. આ હિસાબે જેમણે એલાઆઈસીના શેરમાં નાણાં રોક્યા છે તેમને ૪૪,૯૦૭.૪૯ કરોડ રૂપિયાની કમાણી કરી છે. એલઆઈસીના શેર ગયા શુક્રવારે ૨.૫૧ ટકા વધીને રૂપિયા ૧૧૯૦ પર બંધ થયા હતા.

તે ઉપરાંત જે કંપનીઓને તેમના રોકાણકારોને નફો કરાવ્યો હતો તેમાં ટેક જાયન્ટ ઈન્ફોસિસ બીજા ક્રમે રહી હતી. ઈન્ફોસિસનું માર્કેટ કેપ રૂપિયા ૩૫,૬૬૫.૯૨ કરોડ વધીને રૂપિયા ૭,૮૦,૦૬૨.૩૫ કરોડ થયું છે. આ સાથે જ આઈટીસીએ રૂપિયા ૩૫,૩૬૩.૩૨ કરોડ જાેડ્યા અને આઈટીસી એમકેપ વધીને ૬,૨૮,૦૨૪.૬૨ કરોડ રૂપિયા થઈ ગઈ. ટાટા ગ્રુપની આઈટી કંપની ટાટા કન્સલન્ટસી સર્વિસમાં માર્કેટની વેલ્યુમાં ૩૦,૮૨૬.૧ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો અને તે ૧૫,૮૭,૫૯૮.૭૧ કરોડ રૂપિયા થઈ ગયો.

રોકાણકારોને કમાણી કરાવવાના મામલામાં ગત સપ્તાહના પાંચ દિવસના કારોબાર દરમિયાન ટેલિકોમની દિગ્ગજ ભારતીય એરટેલ પણ આગળ રહી છે. એરટેલ માર્કેટ વેલ્યુમાં ૩૦,૨૮૨.૯૯ કરોડ રૂપિયાનો નફો થયો છે અને માર્કેટ કેપિટલાઈઝેશન વધીને ૮,૬૨,૨૧૧.૩૮ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. તે સિવાય પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકની માર્કેટ કેપ ૮,૧૪૦.૬૯ કરોડ રૂપિયા વધીને ૧૨,૩૦,૮૪૨.૦૩ કરોડ રૂપિયા થઈ ગઈ.

હવે વાત કરીએ તે કંપનીઓની જેમાં રોકાણકારોને ગયા અઠવાડિયે મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. આ યાદીમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રથમ નંબરે હતી. રિલાયન્સ એમકેપમાં ૬૨,૦૦૮.૬૮ કરોડનો ઘટાડો થયો હતો અને તે ઘટીને ૨૦,૪૧,૮૨૧.૦૬ કરોડ થયું હતું.

મુકેશ અંબાણીની કંરની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ મૂડીમાં ભલે ઘટાડો થયો હતો પરંતુ આરઆઈએલ સેન્સેકસની ટોપ ૧૦ કંપનીઓની યાદીમાં બજાર મૂલ્યની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને છે. આ પછી ટીસીએસ, એચડીએફસી બેંક, ભારતીય એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસિસ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એલઆઈસી હિન્દુસ્તાન યુનિલિવર અને આઈટીસી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution