જીવનસાથીને જરૂરી સ્પેસ આપી સંબંધોને શ્વસવા દો

લેખકઃ નીતા સોજિત્રા | 

અત્યારના સંજાેગોમાં લગ્ન વિચ્છેદ માટે જાે કોઈ મોટું કારણ જવાબદાર હોય તો એ છે એકબીજાને જરૂરી જॅટ્ઠષ્ઠી આપવાનો અભાવ. પતિપત્ની લગ્નગ્રંથીથી જાેડાય છે એને લગ્નબંધન કહેવામાં આવે છે અને ‘લગ્નબંધન’ એ શબ્દમાં જ બંધન આવેલું છે. આ બંધન એટલું તીવ્ર હોય છે કે આટલાં વર્ષો જે યુવકે તેના માતા-પિતાની આજ્ઞા અને ઈચ્છા હેઠળ વિતાવ્યાં હોય એ જ માતા-પિતાને પોતાનાથી દૂર કરવા ફરજ પાડવામાં આવતી હોય છે એવી જ રીતે જે યુવતી કેટલાય વર્ષો મોજ-મસ્તી સાથે પિયરમાં ઉછરી હોય છે એ યુવતીને પછીથી માતા-પિતાને મળવા માટે પણ પરમિશન લેવાની હોય છે એ પ્રકારનું બંધન આવી જતું હોય છે. આવું બંધન સંબંધોને સ્વસ્થ થવા નથી દેતું.

એક જમાનો એવો હતો કે સંયુક્ત કુટુંબો હતાં, ઘર ટૂંકા હતાં, નાના ઘરમાં આઠ-દસ કે પંદર સભ્યો રહેતા હોય એમાં પતિપત્નીને એકબીજા સાથે વાત કરવાની પણ સ્પેસ નહતી. અને એ સમયે હરવા-ફરવા કે બહાર જવાનું પણ ચલણ નહોતું. એ સમયે સ્પેસ માટે -એકાંત માટે અને પતિ-પત્નીના સંબંધ માટે જરૂરી કશું ન મળવાને લઈને ઘણા પરિવારોમાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલીથી લઈને અબોલા સુધીના ઝઘડા થતાં હતાં, હવે જાેકે અત્યારે ક્યાંય આવી સમસ્યાઓ હોતી નથી, છતાં ઝઘડા તો આજે પણ થાય છે. જાેકે એ જમાનામાં બંનેને એકબીજાને મળતા એકાંતનો અભાવ જાેવા મળતો નથી. લગ્ન બાદ પતિ-પત્નીની એકબીજા સિવાય પણ દુનિયા હોય છે, જ્યાં તેમના કલિગ્સ, તેના મિત્રો, સગાસંબંધીઓ અને તેમનું કામકાજ હોય છે. આ બધા માટે અમુક સમયે સમય કાઢવો આવશ્યક બને છે. આ વખતે પતિપત્ની એકબીજાને ન સમજે અને જાેઈતી સ્પેસ ન આપે લગ્નજીવન ખરાબે ચડે છે.

  ્‌અॅૈષ્ઠટ્ઠઙ્મ પત્નીઓ પોતાના પતિને થોડા મોડા આવવા બાબતે પણ અનેક સવાલો પૂછતી હોય છે. દરેક વખતે શંકાની સોય અને સતત બાંધી રાખવાની ભાવના તથા પઝેસીવ નેચરને લીધે બંને વચ્ચે સતત ઝઘડા થતા હોય છે. અને ઝઘડા એક બહુ મોટું રૂપ ધારણ કરે છે.

આવી જ રીતે પત્ની પતિનો હક છે અને પત્ની પતિની ગુલામ છે એવી માન્યતામાં જીવતા પુરુષ પોતાની પત્નીને પોતાની મિલકત સમજતા હોય છે -માલિકી સમજે છે. ઘણી વખત પોતાના કામ, મિત્રો અને સગાસ્નેહીઓ સાથે પતિને લીધા વગર જાય ત્યારે પતિ કંઈ કરી શકતો નથી કે ના પણ નથી કહેતો, પરંતુ એને પોતાની માલિકીની વસ્તુ પર કોઈ તરાપ મારતું હોય એવું થાય છે. અને એટલે એ એક યા બીજા બહાને પત્નીને પોતાનાથી દૂર ન જવા દે તેવું બનતુ હોય છે.

જીવનમાં જીવંત રહેવા માટે પણ રોજિંદી ઘરેડમાંથી બહાર નીકળવું પડે છે. પતિ પત્ની ઘણા વર્ષો સાથે જીવે છે પછી એક સમયે એકબીજા માટેની ઉત્કટતા ખોઈ બેસે છે. એવા સમયે એકલા હરવા-ફરવાથી લઈને મિત્રવર્તુળ સાથે વિતાવેલા સમયની પણ એક અલગ મજા હોય છે. કોલેજનાં ઘણા મિત્રોને સમયાંતરે મળતા રહેવાથી જીવનમાં નવી શક્તિ અને નવી ઉર્જાનો સંચાર થતો હોય છે. આવા સમયે દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે પોતે પોતાના કોલેજકાળના મિત્રોને મળીને ફરીથી થોડા કલાકો માટે જિંદગી જીવે અને આ જ વાતને લઈને દરેક કોલેજમાં હવે રિ-યુનિયનનું આયોજન થતું હોય છે.

પતિ હોય કે પત્ની, પોતાના મિત્રોની સરખામણીમાં બંનેને પોતાનો સંબંધ એક પગથિયું ઉતરતો દેખાતો હોય છે અને એટલે જ આજીવન સાથે રહેતા પતિ પત્ની અમુક સમય પછી પોતાના મિત્રોની નજીકતા ઝંખે છે. આમ જાેવા જઈએ તો મોબાઇલ ફોન એક પ્રકારની સુવિધા છે. આપણને આપણી વ્યક્તિથી જાેડાયેલા રાખે છે. પરંતુ આપણે મોબાઇલ ફોનના ઉપયોગ કરતા દુરુપયોગ વધારે કરતા હોઈએ છીએ. કેટલીક વખત એવા સંવાદો પણ જાેવામાં આવે છે કે પતિ કોઈ કામથી બહાર હોય તેને પત્ની કોલ કરે ત્યારે પતિ એવું કહે કે હું મંદિરમાં છું તો પત્ની કહેશે કે ઘંટ વગાડો- મતલબ કે આપણને આપણા માણસ પર ભરોસો નથી. પતિ પોતાના વ્યવસાયના સ્થળેથી ઘર તરફ આવવા નીકળી અને ઘરે પહોંચે ત્યાં સુધીમાં મોટાભાગની પત્નીઓ સમયના હિસાબે હોય છે અને પુરુષ ઘરમાં આવે ત્યારે ‘ક્યાં હતા એટલી વાર?’ થી લઈને ‘આજ પછી ક્યારેય કોઈની સાથે જવાનું નથી અને જવાનું થાય તો જાણ કરવાની છે’ એવા ડાયલોગ દરેક ઘરમાં સાવ સામાન્ય થઈ ગયા છે. આવા વાક્યોનો સાર એ નીકળે કે હજી પણ પત્ની એના પતિને જાેઈતું એકાંત, જાેઈતી સ્પેસ નથી આપી શકતી. આવું પુરુષનો પણ હોય છે ‘કોની સાથે વાત કરતી હતી’ થી લઈને,મોડી રાત સુધી કોઈ સાથે ફરવા જવાય?’ સુધીના ઘણા પ્રશ્નોનો જીવનમાં સામનો કરવો પડતો હોય છે. પતિ પત્ની એકબીજાના સલાહકાર હોઈ શકે પરંતુ અધિપતિ નહિ, આ વાત ગાંઠે બાંધી રાખવા જેવી ખરી.

પતિ-પત્નીએ એકબીજાની લાગણી અને જરૂરિયાત સમજીને એકબીજાને સ્પેસ આપવી. પોતાના માટે વિતાવેલો સમય પોતાના જીવનની સૌથી યાદગાર સમય છે.

એક રીતે વિચારીએ તો લગ્ન બાદ પતિ-પત્ની ક્યારેય પોતાના માટે જીવન જીવ્યા નથી હોતાં. પહેલા લગ્નજીવન ટકાવવા માટે, સંસાર વસાવવા માટે, એની જરૂરિયાતો પૂરી કરવા માટે, બાળકોના ઉછેર માટે -આ રીતે આખી જિંદગી પોતાની જાત ઘસી નાંખ્યા પછી પણ પોતે પોતાના માટે જીવ્યા હોય એવા કલાકો બહુ ઓછા હોય છે. માટે બંને એકબીજાની લાગણી અને માંગણી સમજીને એકબીજાને સ્પેસ આપવી. કારણ કે ગણતરીના કલાકો કે દિવસો માટે મળેલું આ એકાંત સંબંધોમાં રહેલા ખાલીપાને ભરવાનું કામ કરે છે.

એકબીજાના વધુપડતા બંધનમાં એક ઊંડા સંબંધ રૂંધાય છે અને સમયસર જાે આનો રસ્તો કરવામાં ન આવે તો એક સંબંધ ગૂંગળાઈને મરી જાય છે. બંનેને પોતાના માટે મળતું જરૂરી એકાંત, એકબીજાથી અમુક સમય માટે દૂર રહેવું, એકબીજાની જરૂરિયાત મહેસૂસ કરવી ,એકમેક માટે સંબંધમાં વિશ્વાસ છે તે અહેસાસ જ સંબંધને સતત સ્વસ્થ રાખે છે.

કેટલીક વખત સંબંધો મરી ગયા બાદ પણ પતિ-પત્ની બંને એક છત નીચે જીવતા હોય છે. આ લાચારી, બેબસી અને ભારરૂપ જીવન જેટલું જલ્દી બદલાય એટલું સારું છે, પરંતુ જાે લગ્નજીવન સફળ અને યાદગાર બનાવવા માગતા હો તો બંનેને એકબીજાને જરૂરી એકાંત આપો. એકબીજાને વધુપડતા ન બાંધી સંબંધોને નવા શ્વાસ લેવાની મોકળાશ આપો.

યાદ રાખો સુખી લગ્નજીવન અને પ્રેમાળ પતિપત્ની એ માત્ર આ બે પાત્રોની કે બંનેના જીવનની જ આવશ્યકતા નથી, બાળકો પણ માતાપિતાનો એકબીજા માટેનો લગાવ અને સાયુજ્ય જાેતા હોય છે. એમના જીવન એ જ બાળકોનો આદર્શ હોય છે અને એટલે જ લગ્નવ્યવસ્થાથી અને લગ્નજીવનથી સંતાનો પણ સતત પોઝીટીવ રહે એ આવશ્યક છે. પતિપત્ની એકબીજાથી સુખી અને સંતુષ્ટ હશે તો જ પોતાના પરિવારને પણ સુખ અને સમૃદ્ધિ આપી શકશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution