આજની યુવા પેઢી ઈન્ટરનેટ, યુટ્યુબ અને સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરે છે. માત્ર મનોરંજન માટે નહીં, પરંતુ જીવનવિકાસના નવા નવા વિચારો જાણવા માટે અને પોતાના વ્યવસાય તેમજ કુટુંબજીવનમાં પણ વધારે સારી રીતે પ્રગતિ કરવા માટે તે યુટ્યુબ વિડીયોઝનો સહારો લેતા હોય છે. ઈન્ટરનેટની આ દુનિયા ઘણી વિશાળ છે અને કોઈ પણ ક્ષેત્રનું ઉંડામાં ઉંડુ જ્ઞાન અને માહિતી તેમાં બહુ સરળતાથી મળી રહે છે. તેથી સેલ્ફ-હેલ્પ માટે આ માધ્યમ વરદાનરૂપ બની રહે છે.
ભારતમાં અને વિશ્વના જુદા જુદા દેશોમાં નુતન અને આગવા સકારાત્મક વિચારો ધરાવતા પ્રતિભાશાળી વ્યક્તિઓને પોતાના વિશેષ જ્ઞાનને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટે ડિજીટલ મીડિયા ઉપયોગી બની ગયું છે, તો બીજી તરફ જીજ્ઞાસુ અને નવુમ જાણવા ઈચ્છતા તથા નવા વિચારો વડે પોતાની જાતનો વિકાસ કરવા માંગતા લોકો માટે પણ આ મહત્વનો સ્ત્રોત બની રહે છે.
આ માધ્યમનો ઉપયોગ કરીને નુતન પ્રેરણાદાયી વિચારો લોકો સુધી પહોંચાડી નામના મેળવનાર સફળ લોકોની યાદીમાં અંકુર વારીકુનું નામ અગ્રહરોળમાં આવે છે.
અંકુર વારીકુ, એક જાણીતા ઉદ્યોગસાહસિક, લેખક અને મેન્ટર તરીકે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમના યુટ્યુબ વિડીયોઝ અને આર્ટિકલો અનેક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યાં છે. જાેકે તેમને આ સફળતા રાતોરાત પ્રાપ્ત નથી થઈ. તેની પાછળ તેમની વર્ષોની મહેનત અને ધગશ રહેલી છે. આમ તો યુટ્યુબ અને સોશિયલ મિડીયાના ક્ષેત્રમાં અવિરત મહેનત અને ધીરજ રાખીને સતત રજુઆત કરતા રહેવાથી એક સમય તો એવો આવે જ છે જ્યારે તમને લોકપ્રિયતા મળતી થાય, પણ અંકુર વારીકુની વાત અનોખી છે. તે જે આર્ટિકલ્સ અને વિડીયોઝ રજુ કરે છે તેમાં કોઈને કોઈ નવા વિચારના ઝબકારા હોય છે. તેમાં તેમનું ગહન ચિંતન ડોકાતું હોય છે. આ કારણે તે વિશિષ્ટ છાપ છોડી જાય છે. નવા વિચારો અને અભિગમો સાથે જીવનમાં આગળ વધતા અંકુર, આજના યુવાનો માટે એક મહાન પ્રેરણા બન્યા છે.
અંકુર વારીકુનો જન્મ ૨૫મી ઓગસ્ટ,૧૯૮૦ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. બાળપણથી જ તેમને વૈજ્ઞાનિક વિષયો સાથે રસ હતો. શાળામાં અભ્યાસ દરમ્યાન, તેમણે સ્વપ્નેય વિચાર્યુ નહતું કે તેઓ એક દિવસ ઉદ્યોગસાહસિક બનશે. અંકુર વારિકુએ ડોન બોસ્કો સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને હિંદુ કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક પદવી મેળવી.
વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા સમયે, તેમને ખગોળશાસ્ત્રમાં વિશેષ રસ પડવા લાગ્યો. આથી તેમાં વધારે જ્ઞાન અને નિપુણતા પ્રાપ્ત કરવા માટે તે મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ગયા અને માસ્ટર્સ ડીગ્રી મેળવી. અહીં, તેમણે ખગોળશાસ્ત્ર અને અવકાશવિજ્ઞાનમાં ઉન્નત અભ્યાસ કર્યો. તેમ છતાં, તેમણે ત્યાં પીએચ.ડી. કર્યુ નહીં. અને ભારત પાછા આવી ગયા. અહીં તેમણે ભારતીય સ્કૂલ ઓફ બિઝનેસ અને ફાઇનાન્સ, નવી દિલ્હીમાં એમ.બી.એ.ની પદવી મેળવી.
અંકુર વારીકુની ઉદ્યોગસાહસિક તરીકેની સફર ખરેખર રોમાંચક છે. ગ્રુપોન ઈન્ડિયામાં સીઈઓ તરીકે તેમણે કંપનીને નવી ઉંચાઈએ લઈ જવામાં મુખ્ય ભુમિકા ભજવી.તે પછી, તેમણે નિઅરબાય.કોમની સ્થાપના કરી.૨૦૧૯મા ંસીઈઓ તરીકે તેમનું કાર્ય પુર્ણ થયા પછી, તેમણે ડિજિટલ શિક્ષણ અને મેન્ટરિંગના ક્ષેત્રમાં પગરણ માંડ્યાં.
અંકુર વારીકુનું પુસ્તક "ર્ડ્ઢ ઈॅૈષ્ઠ જીરૈં" ૨૦૨૧માં પ્રકાશિત થયું, અને તે જાેતજાેતામાં બેસ્ટસેલર બની ગયું. આ પુસ્તકમાં, તેઓએ જીવનમાં સકારાત્મકતા, પ્રતિષ્ઠા અને મહેનતના મહત્વ અંગે વિસ્તૃત છણાવટ કરી છે. આ પુસ્તક એવા લોકો માટે છે, જે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન બનાવવાની કોશિશ કરી રહ્યા છે.
"ર્ડ્ઢ ઈॅૈષ્ઠ જીરૈં"ની સફળતા પછી, તેમણે "ય્ર્ ઈॅૈષ્ઠ જીરૈં ર્ડ્ઢહી" નામના બીજા પુસ્તકની રચના કરી જે ૨૦૨૨માં પ્રકાશિત થયું. આ પુસ્તકમાં તેમણે જીવનમાં નક્કી કરેલા મહાન લક્ષ્યાંકો કેવી રીતે હાંસલ કરી શકાય તે વિષે વિગતવાર સમજાવ્યું છે.
અંકુરના માર્ગદર્શન હેઠળ અનેક ઉદ્યોગસાહસિકોએ ઉદ્યોગજગતમાં પોતાનું આગવું વિશેષ સ્થાન બનાવ્યું છે. તેમણે લિંક્ડઇન ઇન્ડિયાના ટોપ વોઇસીઝમાં ત્રણ વખત સ્થાન મેળવ્યું છે. ૨૦૨૦માં તેઓએ નવી કંપનીઓ માટે એન્જલ ઇન્વેસ્ટર તરીકે પણ કામ કર્યું છે. અંકુરના વિડિઓઝ અને આર્ટિકલ્સ યુટ્યુબ અને સોશ્યલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે, જ્યાં તેઓ યુવાનોને પ્રેરણા અને માર્ગદર્શન આપે છે.
અંકુર વારીકુનો જીવનપ્રવાસ એક એવું ઉદાહરણ છે કે જે પુરવાર કરે છે કે મહેનત, સમર્પણ અને નવું શીખવાની ઈચ્છા જાગ્રત રાખીએ તો કોઈ પણ ધ્યેયને હાંસલ કરી શકાય છે.