વડોદરામાં લીંબુના ભાવમાં સતત ઉછાળો : જાણો રાજ્યભરમાં શું છે ભાવ

રાજ્યમાં લીંબુનો ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં રૂા. ૪૨૦૦

ગુજરાતની ૧૬ માર્કેટ યાર્ડમાં કુલ ૧૭૪.૭૨ ટન લીંબુની આવક થઇ

આજે ગુજરાતની ૧૬ માર્કેટ યાર્ડમાં કુલ ૧૭૪.૭૨ ટન લીંબુની આવક થઇ હતી. રાજ્યમાં પ્રતિ મણ લીંબુનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં રૂા. ૪૨૦૦ બોલાયો હતો. જ્યારે વડોદરામાં પ્રતિ મણનો ભાવ રૂા. ૨૪૦૦થી ૨૮૦૦ ભાવ બોલાયો હતો. જેની સામે રાજકોટ યાર્ડમાં ઊંચો રૂા. ૩૬૦૦ અને નીચો ભાવ રૂા. ૨૬૦૦ સુધી બોલાયો હતો. આ સિવાય દાહોદમાં રૂા. ૩૪૦૦, પાદરામાં રૂા. ૨૮૦૦, અમદાવાદમાં રૂા. ૨૬૦૦, મહેસાણામાં રૂા. ૨૫૦૦, નવસારીમાં ૨૪૦૦, દામનગરમાં રૂા. ૨૧૦૦ ઉંચો ભાવ રહ્યો હતો. રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડમાં ૧ કિલો લીંબુનો ભાવ રૂા. ૬૦થી ૨૧૦ સુધી બોલાયો છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તરફથી મળતી વિગતો અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ ૧૭૪.૭૨.૦૮ ટન લીંબુની આવક થઇ છે.

રાજ્યના વિવિધ જિલ્લામાં લીંબુની આવક 

જિલ્લો આવક(ટનમાં)

અમદાવાદ ૬૩.૫

સુરત ૬૦

રાજકોટ ૩૩.૫૨

ભાવનગર ૪

આણંદ ૩.૪૪

ખેડા ૩

પોરબંદર ૧.૮

ભરૂચ ૧.૬

નવસારી ૧.૨

વડોદરા ૦.૯

સુરેન્દ્રનગર ૦.૮

દાહોદ ૦.૫૩

મહેસાણા ૦.૪

અમરેલી ૦.૦૩

કુલ આવક ૧૭૪.૭૨

રાજ્યના માર્કેટ યાર્ડમાં લીંબુનો ભાવ

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઉંચો ભાવ

ગોંડલ ૧૦૦૦ ૪૨૦૦

રાજકોટ ૨૬૦૦ ૩૬૦૦

દાહોદ ૨૨૦૦ ૩૪૦૦

પાદરા ૨૫૦૦ ૨૮૦૦

અમદાવાદ ૧૨૦૦ ૨૬૦૦

ભરૂચ ૧૬૦૦ ૨૬૦૦

મહેસાણા ૧૮૦૦ ૨૫૦૦

નવસારી ૧૮૦૦ ૨૪૦૦

પોરબંદર ૨૦૦૦ ૨૪૦૦

સુરત ૬૦૦ ૨૪૦૦

દામનગર ૧૯૧૦ ૨૧૦૦

વઢવાણ ૨૦૦૦ ૨૧૦૦

પાલીતાણા ૧૬૦૦ ૨૦૪૦

આણંદ ૧૯૦૦ ૨૦૦૦

અંક્લેશ્વર ૧૪૦૦ ૧૮૦૦

નડિયાદ ૧૧૦૦ ૧૨૦૦

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution