બાળકોને ગળે લગાવતી વખતે તેઓને વધારે દબાણ પસંદ નથી. તેમને માતાપિતા ગળે લગાવી રહ્યા છે કે કોઈ અજાણી વ્યક્તિ તે બાળકોને ખબર પડે છે. જાપાનનાં સંશોધનકારો દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં આ વાત સામે આવી છે. તોહા યુનિવર્સિટીના સંશોધકોએ તેમના રિસર્ચમાં એ જાણવાનો પ્રયાસ કર્યો કે બાળકોને યોગ્ય રીતે ગળે લગાડવાની યોગ્ય રીત કઈ છે?સંશોધકોએ તેને સમજવા માટે બાળકોને ગળે લગાડ્યા.
ગળે લગાવડનાર વ્યક્તિના હાથમાં સેન્સર લગાવવામાં આવ્યા જેથી બાળકો પર પડતા દબાણને રેકોર્ડ કરી શકાય. આ દરમિયાન શિશુઓની હાર્ટ બીટ પર નજર રાખવામાં આવી. બાળકોનું રિએક્શન જોઈને જાણવા મળ્યું કે, વધુ દબાણથી આલિંગન કરવામાં આવે તો તેઓ પસંદ નથી કરતા. તેઓ મધ્યમ દબાણ સાથે આલિંગન ગમે છે.
જર્નલ સેલમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા અનુસાર, સંશોધકોએ બાળકોને 20 સેકન્ડ સુધી ગળે લગાડવાની અસર પર ધ્યાન આપ્યું કેમ કે, તેનાથી વધારે સમય સુધી ગળે લગાડવાથી તેઓ પરેશાન થઈ શકે છે.
રિસર્ચમાં જાણવા મળ્યું કે, 125 દિવસના બાળકોને અજાણી મહિલાની સરખામણીએ તેમના માતા-પિતા ગળે લગાડે તે વધારે પસંદ કરે છે કેમ કે, તેઓ મધ્યમ દબાણની સાથે તેમને ગળે લગાડે છે.
ગળે લગાડનાર માતા-પિતા અને બાળકોને ખુશીનો અહેસાસ થાય છેગળે લગાવતા સમયે બાળક અને માતા-પિતા બંનેને એક પ્રકારનો આનંદ અને શાંતિનો અનુભવ થાય છે.સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આવું કરતાં સમયે ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થાય છે પરંતુ ગળે લગાડતા સમયે ઓછા હોય છે એટલા માટે હોર્મોન્સની વધારે અસર જોવા મળતી નથી.