ઇશ્વરની ઉપાસના માટે તમામ પ્રકારના નિયમોમાં માળા જાપની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે. સનાતન પરંપરામાં અમૂમન 108 મણકાની માળાનું પ્રચલન રહ્યું છે. નોંધપાત્ર રીતે હિન્દુ ધર્મમાં 108ને શુભ અંક માનવામાં આવે છે. વિવિધ પ્રકારના ઝાડ અને રત્નો સાથે જોડાયેલ માળાનો સંબંધ ગ્રહો અને દેવી-દેવતાઓ સાથે વિશેષથી હોય છે. ઇશ્વરની આરાધનામાં મંત્રના જાપનું વિશેષ મહત્વ છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે મંત્રોના જાપનું વિધાન છે. મંત્રોના જાપ માટે મોટાભાગે લોકો માળાનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કઈ માળાનો ઉપયોગ કરીને મંત્રજાપ કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે.
રુદ્રાક્ષની માળા- ભગવાન શિવના મંત્રનો જાપ કરવા માટે આ માળા રુદ્રાક્ષના ફળમાંથી નીકળતા બીજમાંથી બનાવવામાં આવે છે, જેને ભગવાન શિવની આંખમાંથી નીકળેલ આંસુ પણ માનવામાં આવે છે. મહામૃત્યુંજય અને લઘુમૃત્યુંજય મંત્ર માટે ફક્ત રુદ્રાક્ષની માળાનો જ ઉપયોગ કરવો જોઈએ. મોતીની માળા- આ માળા સમુદ્રમાંથી નીકળેલા મોતીમાંથી બનાવવામાં આવે છે. આ માળાના જાપ કરવાથી અથવા ધારણ કરવાથી ચંદ્રદેવની કૃપા મળે છે. તુલસીની માળા- તુલસીના છોડમાંથી બનેલી આ માળા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના જાપ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ માળા અત્યંત પવિત્ર હોય છે. આ માળા ધારણ કરવામાં વૈષ્ણવ પરંપરાનું પાલન કરવું જરૂરી છે. તુલસીની માળાથી ક્યારેય દેવી કે શિવજીના જાપ કરવા નહીં. લાલ ચંદનની માળા- લાલ ચંદનથી બનેલી માળાનો ઉપયોગ ભગવતીની સાધન માટે કરવા માટે કરવામાં આવે છે. સ્ફટિકની માળા- આ માળા એકાગ્રતા, સંપન્નતા અને શાંતિની માળા માનવામાં આવે છે. માતા સરસ્વતીની અને લક્ષ્મીના મંત્રનો જાપ આ માળાથી કરવો જોઈએ.