દિલ્હી-
કરોળિયાનામ ઝેરથી હાર્ટ અટેકની સારવાર કરી શકાશે. તેમાં રહેલુ ખાસ પ્રકારનુ પ્રોટિન અટેક બાદ ડેમેજ થયેલા કોષોને રિપેર કરે છે. તેની મદદથી ટ્રાન્સપ્લાન્ટ કરાવતા દર્દીઓની હાર્ટની લાઇફ પણ વધારી શકાશે. ઝેરમાં Hi1a નામનું એક પ્રોટિન હોય છે. આ પ્રોટીનથી તૈયાર થતી દવાનો ઉપયોગ ઇમર્જન્સીમાં પણ કરી શકાશે.
દુનિયાના સૌથી ખતરનાક કરોળિયાના ઝેરથી હાર્ટ અટેકની સારવાર થઇ શકશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ફબલ વેબ કરોળિયાના ઝેરમાં એવા મોલિક્યૂલ હોય છે. હાર્ટ અટેક બાદ થતા હૃદયમાં થતા ડેમેજને રોકી શકે છે. એટલું જ નહી, તેની મદદથી ટ્રાન્સપ્લાન્ટ કરાવતા દર્દીઓની હાર્ટની લાઇફ પણ વધારી શકાશે.
એક મિડિયા અહેવાલ અનુસાર, ઝેરમાં Hi1a નામનુ પ્રોટિન હોય છે. તે હાર્ટ અટેકથી આવતા ડેથ સિગ્નલને રોકવાનું કામ કરે છે.આવુ થવાથી કોષોને મૃત થવાથી અટકાવી શકાય છે.તેની અસરના કારણે હૃદયનાં કોષોમાં સુધારો થાય છે.વૈજ્ઞાનિકોનો દાવો છે કે, અત્યાર સુધી એવી કોઇ દવા નથી બનાવવામાં આવી જે હાર્ટ અટેક બાદ થયેલા ડેમેજને રોકવા માટે આપી શકાય.
પ્રો. ગ્લેન કિંગને ફનલ વેબ કરોળિયાનાં ઝેરમાં એક પ્રોટિન મળ્યું.રિસર્ચ કરવાથી સામે આવ્યુ કે આ પ્રોટિન બ્રેન સ્ટ્રોક બાદ રીકવરીમાં મદદ કરે છે.સ્ટ્રોકનાં એક કલાક બાદ જ્યારે એક દર્દીને આ પ્રોટિન આપવામાં આવ્યું તો જાણવા મળ્યુ કે, બ્રેનમાં થયેલા ડેમેજને રિપેર કરે છે.
ઈમર્જન્સીમાં ઉપયોગ કરી શકાશે.
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ પ્રોટિનથી તૈયાર થતી દવાનો ઉપયોગ ઇમર્જન્સીમાં કરી શકાશે. હંમેશા હાર્ટ અટેકના કિસ્સામાં દર્દીને તાત્કાલિક સારવારની જરૂર હોય છે.આવી સ્થિતિ થાય ત્યારે એમ્બ્યૂલન્સમાં દર્દીને આ દવા આપી શકાશે. જેથી હાલત વધુ ખરાબ થતી અટકાવી શકાય.