ફાઈનાન્સિયલ ગોલ સેટિંગ કરતા શીખો

લેખકઃ નરેશ શાહ | 

ગત અંકમાં આપણે નાણાકીય જરૂરિયાતોની વિવિધ શ્રેણી આવશ્યકતા, ઇચ્છાઓ અને સપનાઓ (લાલસાઓ)ને સમજી નાણાકીય લક્ષ્યો સ્થાપિત કરવા માટે જરૂરી બજેટિંગના ફાયદા વિશે જાણકારી મેળવી. બજેટિંગમાં આપણે આવકનાં મુખ્ય બે પ્રકાર, એક ક્રિયાશીલ આવક અને બીજાે નિષ્ક્રિય આવક તથા ખર્ચનાં મુખ્ય બે પ્રકાર એક તો ફરજિયાત (અનિચ્છનીય) ખર્ચ, અને બીજા વૈકલ્પિક ખર્ચ અંગેની વિસ્તૃત સમજણ કેળવી.

હવે, આપણે ભવિષ્ય માટેનાં નાણાકીય ધ્યેયો(ફાઈનાન્શિયલ ગોલ્સ સેટિંગ) સ્થાપિત કરવા માટે ઘરમાં આદર્શ આચાર પદ્ધતિ કેવી હોવી જાેઈએ,તે વિશે સમજીએ.

તમારાં સપનાઓ, લાંબા ગાળાની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવાં અથવા ભવિષ્યનાં નાણાકીય ધ્યેયો સ્થાપિત(ફાઈનાન્શિયલ ગોલ્સ સેટિંગ) કરવા માટે હાલમાં તમારી પાસે પૂરતા પ્રમાણમાં નાણાની બચત થઈ શકતી હોય અને આવક વધારવા માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી થઈ શકે તેમ ન હોય તો શું કરી શકાય?

સૌ પ્રથમ તો તમે તમારા બજેટ પર બારીકાઈથી નજર નાંખો. બજેટનું નિરીક્ષણ કરવાથી તમે પોતે જ અનુભવ કરશો કે, ઘરમાં અનિવાર્ય ખર્ચ કરવાં કરતાં વિવેકાધીન ખર્ચનું પ્રમાણ ખુબ જ વધારે છે(સામાન્ય રીતે વિવેકાધીન ખર્ચ કરતાં સમયે આપણે પોતાનાં વિવેકને અવગણીને બિનજરૂરી ખર્ચ કરી દેતા હોઈએ છીએ.)

ખરેખર તો :

• તમારા આવશ્યક ખર્ચાઓને પ્રાથમિકતા આપી અને બિનજરૂરી ખર્ચાઓમાં ઘટાડો કરીને તમે વધુ સુરક્ષિત અને વધુ આરામદાયક જીવન જીવી શકો છો.

• તમે બજેટ બનાવીને વધુ બચત અને રોકાણ કરી શકો છો.

• આકસ્મિક પરિસ્થિતિઓ માટે બચત કરવાથી વધુ સુરક્ષિત જીવન જીવી શકાય છે.

• ભવિષ્ય માટે રોકાણ કરીને, તમે લાંબા ગાળાના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે એક મોટું ભંડોળ ઊભું કરી શકો છો.

આ માટે આયોજન આ પ્રમાણે કરી શકાય.

(૧) તમારા ખર્ચને પ્રાધાન્ય આપોઃ એકવાર તમારી પાસે બજેટ થઈ જાય, તમારે તમારા આવશ્યક ખર્ચને પ્રાથમિકતા આપવાની જરૂર છે. ખર્ચના મોટાભાગે બે અલગ-અલગ પ્રકાર છેઃ ૧-અનિવાર્ય અથવા બિનવિવેકાધીન ખર્ચ, ૨- વિવેકાધીન ખર્ચ (વિચારીને કરવાનો ખર્ચ)

ખાતરી કરો, સૌ પ્રથમ તમે તમારી મૂળભૂત જરૂરિયાતો(બિનવિવેકાધીન ખર્ચ)ને આવરી લો. જેમ કે ખોરાક, રહેઠાણ, નિયમિત ચૂકવવાનાં બિલ અને આવશ્યક ઉપયોગિતાઓ. તે પછી, તમારી પાસે હોય તેવું કોઈપણ દેવું, જેમ કે ક્રેડિટ કાર્ડનું બિલ અથવા બાકી પડતી લોનનાં હપ્તા ચૂકવવા વગેરે ચૂકવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તે પછી, તમે તમારા અન્ય ખર્ચાઓ(વિવેકાધીન ખર્ચ) વિશે વિચારી શકો છો, જેમ કે મનોરંજન અથવા મુસાફરી.

(૨) બિનજરૂરી ખર્ચાઓમાં કાપ મુકોઃ બજેટિંગની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન આપણે જાતે જ કરેલ અવિવેકી ખર્ચ આપણી નજર સમક્ષ આવી ગયો હશે, બજેટિંગ પ્રક્રિયાનો આ જ તો મુખ્ય લાભ છે. હવે, આમાં જે બિનજરૂરી ખર્ચાઓ(વિવેકાધીન ખર્ચ) લાગે તેમાં કાપ મૂકી શકાય. જેમ કે, મનોરંજન કે બહારનું ખાવાનું ઓછું કરી શકાય, વ્યાજના બોજને ઘટાડવા માટે મોંઘી લોનમાં ઘટાડો કરી શકાય અથવા તમારા યુટિલિટી બિલ્સને ઘટાડવાના રસ્તાઓ શોધવાનો સમાવેશ થઈ શકે છે.

બિનજરૂરી ખર્ચાઓ(વિવેકાધીન ખર્ચ)માં કાપ મૂકીને તમે બચત કે રોકાણ માટે વધુ નાણાં ફાળવી શકશો. અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે, સૌ પ્રથમ આવકમાંથી બચતનાં નાણાં અલગ કરીને વધે તેમાંથી જ ખર્ચ(આવક – બચત = વૈકલ્પિક ખર્ચ) કરવાની નીતિ અપનાવવી જાેઈએ.

(૩) નાણાકીય કટોકટી માટે બચત (આયોજન) કરોઃ આ એવી પરિસ્થિતિઓ છે જ્યારે કોઈને કોઈ બિનઆયોજિત, મોટે ભાગે તબીબી બિલ જેવા અણધાર્યા ખર્ચાઓને આવરી લેવા માટે તમારી પાસે કટોકટી ભંડોળ હોવું મહત્વપૂર્ણ છે. આવકની અસ્થાયી ખોટ થવાને(માંદગી, વિકલાંગતા કે નોકરી ગુમાવવાથી, અથવા તો અગમ્ય કારણોસર વ્યવસાય બંધ થવાને) કારણે પડી શકે છે. તેવા સંજાેગોમાં નિયમિત ઘરગથ્થુ ખર્ચને આવરી લેવા માટે કટોકટી ભંડોળ પણ આવશ્યક છે.

કટોકટી ભંડોળનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાત ઊભી થાય ત્યારે ત્વરિત નાણાં મેળવવાનો છે. ઊંચું વળતર મેળવવું એ અહીં ઉદ્દેશ્ય ન હોવો જાેઈએ. કટોકટી ભંડોળ માટે ઘરમાં અથવા બેંકમાં પૈસા રાખવા એ યોગ્ય ઉપાય છે. તેવી જ રીતે, આ હેતુ માટે લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ (કેપિટલ પ્રોટેકશન પ્લાન)નો ઉપયોગ પણ કરી શકાય છે(જ્યાં બચત ખાતા કરતાં થોડું વધુ વ્યાજ મળી શકે છે).

કટોકટીમાં આપણા બચત ખાતામાં ઓછામાં ઓછા ત્રણ થી છ મહિનાના જીવન ખર્ચને બચાવવાનં્‌ લક્ષ્ય રાખો.

(૪) ભવિષ્ય માટે રોકાણ કરોઃ એકવાર તમારું બજેટ નિયંત્રણમાં આવી જાય અને ઇમરજન્સી ફંડ હોય, તો તમે ભવિષ્ય માટે રોકાણ કરવા વિશે વિચારવાનું શરૂ કરી શકો છો, એટલે કે, મધ્યમ અને લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો માટે રોકાણ કરવું. આવા નાણાંનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ્‌સ અથવા સીધા સ્ટોક્સ અને બોન્ડ્‌સ જેવી સિક્યોરિટીઝમાં કરી શકાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution