સદભાવના દિવસ પર વિપક્ષ નેતા રાહુલે તેમના પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી


નવીદિલ્હી:સદભાવના દિવસે રાહુલ ગાંધીએ પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી. આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૭૯મી જન્મજયંતિ છે. રાજીવ ગાંધીની જન્મજ્યંતિની યાદમાં દેશમાં દર વર્ષે સદભાવના દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૧૯૯૨ માં, રાજીવ ગાંધીના મૃત્યુના એક વર્ષ પછી, કોંગ્રેસે રાજીવ ગાંધીની યાદમાં ૨૦ ઓગસ્ટની સદભાવના દિવસ (ગુડ વિલ ડે)ની ઉજવણી જાહેરાત કરી હતી. રાજીવ ગાંધી ૪૦ વર્ષની ઉંમરે વડાપ્રધાન બન્યા અને તેના પછી માંડ સાત વર્ષ જીવ્યા. જાે તેઓ લાંબું જીવ્યા હોત તો તેઓ તેમના પ્રથમ કાર્યકાળ કરતાં પણ વધુ સફળ વડા પ્રધાન બન્યા હોત તેવું લોકોનું માનવું છે.

સદભાવના દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ અને કે.સી વેણુગોપાલ સહિતના નેતાઓએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે આજે દેશ ગુડવિલ ડે મનાવી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ભારતના મહાન સપૂત હતા. તેમણે કરોડો ભારતીયોમાં આશાનું કિરણ જગાવ્યું અને તેમના અભૂતપૂર્વ યોગદાનથી ભારતને ૨૧મી સદીમાં લઈ ગયા.આ ઉપરાંત કે.સી. વેણુગોપાલ, જયરામ રમેશ સહિતના નેતાઓએ શ્રધ્ધાંજલિ આપી હતી

રાજીવ ગાંધી દેશના સૌથી યુવા વડાપ્રધાન હતા. તેઓ ૪૦ વર્ષની વયે વડાપ્રધાન બન્યા હતા. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ તેમના દાદા હતા. તેમની માતા ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution