25થી વધુ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા 3 ગુનેગારોની LCB-SOGની ટીમે ઝડપ્યા

વાપી-

વલસાડ જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુના ઉકેલવા માટે તપાસ કરતી LCB અને SOG ની ટીમે મુંબઈથી 3 રીઢા ચોરની ધરપકડ કરી જિલ્લાના 8 ઘરફોડ ચોરીના ગુના સહિત 25થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ અંગે વાપી ડિવિઝનના DySP વીરભદ્રસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી કે, વલસાડ જિલ્લા LCB અને SOGને વલસાડ જિલ્લાના વાપી સહિતના વિસ્તારોમાં બનેલા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા આદેશ આપ્યો હતો. જેમાં બાતમી આધારે પોલીસની ટીમે મુંબઈથી 3 રીઢા ચોરને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ ત્રણેય આરોપીઓ રીઢા ચોર છે. જેઓ દિવસના સમયે તાળા તોડવાના સાધનો સાથે પોતાના વાહનમાં હાઇવે પર નીકળતા હતાં. બંધ મકાનમાં ચોરી કરતા હતાં. પકડાયેલ ઇસમોમાંથી રોની જોસેફ ફર્નાન્ડિઝ ઉર્ફે સાહિલ ખાન ઉર્ફે સાહિલ તાજુદ્દીન ખાન ઉર્ફે અલ્તાફના નામે મહારાષ્ટ્રમાં 25થી વધુ ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. એ જ રીતે પોરબંદરનો કૃણાલ થાનકી 13 ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution