ભુજ-
કચ્છના રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યા મામલે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જિલ્લા પંચાયતના પ્રમુખના મોટાભાઇ સહિત કુલ 9 લોકો વિરૂદ્ધ મૃતક વકીલના પત્નીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મુખ્ય આરોપી ભરત રાવલ સહિતના આરોપીઓ વિરૂદ્ધ હત્યા, એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. વકીલ દેવજી મહેશ્વરીની હત્યા પાછળ રાપર લુહાર સમાજવાડીનો ડખ્ખો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ગત સાંજે અજાણ્યા શખ્સોએ દેવજી મહેશ્વરીની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. સમગ્ર કચ્છ પંથકમાં વકીલની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગાંધીધામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.