અમદાવાદ-
રાજ્યની ૬ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયત કબજે કરવા માટે પ્રચાર કરી રહ્યા છે. ગોધરામાં એક સભાને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદનો કાયદો લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે. સીએમ રૂપાણીએ કહ્યુ કે, ભૂતકાળમાં કડક કાયદા બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી રૂપાણીએ ગોધરામાં સભાને સંબોધતા કહ્યુ કે, ગુજરાતમાં સરકારે અનેક વિકાસ કામ કર્યા છે, આજે હું ગોધરામાં કહેવા આવ્યો છું કે, મારી સરકારે ભૂતકાળમાં કડક કાયદા બનાવ્યા છે. નવુ વિધાનસભા સત્ર માર્ચથી શરૂ થાય છે. લવ જેહાદનો કાયદો પણ હું કડક રીતે લાવવા માંગુ છું, કોઇ પણ હિન્દુ છોકરીને ઉપાડી જાય તે હવે ચલાવી લેવામાં આવશે નહી અને લવ જેહાદના કાયદાથી બહેનોને ફોસલાવીને ધર્માન્તર કરવામાં આવે છે, તે અટકાવવામાં આવશે. સીએમ રૂપાણીએ વધુમાં કહ્યુ કે, “ગુંડાઓ વિરૂદ્ધ ગુજસીટોકનો કડક કાયદો બનાવવામાં આવ્યો છે. ૧૪ વર્ષની જનમટીપ, ગુંડાઓ ગુજરાત છોડે અથવા ગુંડાગીરી છોડે તે દિશામાં આગળ વધવા માંગીએ છીએ.
ગોધરાની જનતાને પણ આસ્વસ્થ કરવા આવ્યો છું કે ગુંડાગીરી ચલાવવામાં આવશે નહી. ભારતીય જનતા પાર્ટી ગુંડાઓ સામે કડક હાથે કામ લઇને નાનામાં નાના માણસ સાથે સરકાર છે. વધુમાં રૂપાણીએ જણાવ્યુ કે, લેન્ડ ગ્રેબિંગનો કડક કાયદો લાવવામાં આવ્યો છે, લુખ્ખાઓ ગમે તેવાની જમીન પડાવી લે છે, ખોટા દસ્તાવેજાે બનાવડાવે છે, તે ભૂતકાળ થઇ ગયુ. હવે કોઇ પણ વ્યક્તિની જમીન પડાવી લેવામાં આવી હશે તો ૧૫ દિવસમાં કલેક્ટર તે અરજીનો નિકાલ કરશે. ૭ દિવસમાં એફઆઈઆર બનશે, સ્પેશ્યલ કોર્ટ બનાવીને ૬ મહિનામાં ચુકાદો આવશે જેમાં ૧૦ વર્ષ મિનિમમ અને ૧૪ વર્ષ મેક્સિમમ જેલની સજાની જાેગવાઇ છે. છ મહિના પછી મિત્રો આ લેન્ડ ગ્રેબરો તેની સાત પેઢીને કહેતા જવાના છે કે ગમે તેવો ધંધો કરજાે પણ આ ધંધો ના કરતા, તેમની ૭ પેઢીને કહેતા જાય તેવો કાયદો આપણે લાવ્યા છીએ.
અત્યાર સુધી ૧૩૦ અરજીની કાર્યવાહી ગુજરાતમાં ચાલુ થઇ ગઇ છે, ગુજરાતમાં કાયદો વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ કે, અમારી સરકારે એન્ટી કરપ્શન બ્યૂરોને મજબૂત કર્યુ છે, છેલ્લા ૩ વર્ષમાં અનેક જગ્યાએ રેડ પાડી છે અને બેનામી સંપત્તિ ઉપર ઘોષ વધારી છે. હમણા ભૂતપૂર્વ તલાટી પકડાયો, કરોડો રૂપિયાની સંપત્તિ નીકળી, કોઇ હાથ નાખતુ નહતું, તેના ઉપર પણ રેડ પાડી છે અને અત્યારે બેનામી સંપત્તિના કેસ ઉભા થયા છે. પુરવઠામાં પણ ગરબડો ચાલે છે, કડક હાથે આખા ગુજરાતમાં પુરવઠાના ગોડાઉનોનું ચેકિંગ કરવામાં આવશે, આ પુરવઠામાં પણ કોઇએ ગરબડ કરી હશે તેમને શોધી શોધીને કાર્યવાહી કરવામાં આવશે.”સીએમ રૂપાણીએ ગોધરામાં કહ્યુ કે, લોકો ગંદુ પાણી પીતા હતા. આજે સરકારનો ર્નિણય છે કે ૨૦૨૨ પહેલા ૧૦૦ ટકા નળથી જળ શુદ્ધ પાણી લોકોના ઘરે પહોચે, અત્યારે ૮૨ ટકા કામ પતી ગયુ છે. ૨૦૨૨ પહેલા ૧૦૦ ટકા નળથી જળ પાણી આપવાના છીએ.