હાસ્ય સુધારે સ્વાસ્થ્ય

લેખકઃ ખ્યાતિ શાહ | 

“સવારના ઉઠતાં સાથે આળસ મરડતા એક મસ્ત મજાનું સ્માઇલ આપવાનું.

બ્રશ કરતાં કરતાં જેટલીવાર અરીસામાં જુએ સ્માઇલ આપવાનું.

તૈયાર થઈ અરીસામાં જાેતાં જાતને મજ્જાનાં સ્માઇલ સાથે  'આઈ લવ યુ' કહેવાનું.

આખા દિવસ દરમ્યાન જેટલી વ્યક્તિ મળે દરેકને સ્માઇલ આપવાનું.

દરેક સાથે વાત કરતાં ચહેરા પર સ્મિત જળવાવું જાેઈએ.

કોઈપણ કામ કરતી વખતે ચહેરા પર સ્માઇલ રહેવું જાેઈએ.

દિવસના ઓછામાં ઓછી ૧૦ મિનિટ એવું વાંચવાનું કે જાેવાનું જેનાથી ખડખડાટ હસવું આવે.

સવારે અને રાત્રે સ્માઇલ સાથે પ્રાર્થના કરવી.”

ઉપર મુજબ લખી ડોક્ટર દાદાએ આનલને હળવા સ્મિત સાથે પ્રિસ્ક્રિપ્શન આપ્યું. નિદાનમાં લખ્યું હતું, ડ્ઢીકૈષ્ઠૈીહષ્ઠઅ ર્ક ન્ટ્ઠેખ્તરંીિ!!

‘દાદુ આ શું? મને થોડા દિવસથી સખત માથું દુઃખે છે અને તમે દવા નથી આપતા!’ આનલ અપસેટ થઈ ડોક્ટર દાદાને કહી રહી.

‘બેટા, તારો દાદુ છું એટલે જ હકથી સાચી દવા લખી આપી છે. તારા માથાના દુઃખાવાની દવા હાસ્ય છે. અત્યારે જ સેલ્ફી લઈને જાે, તારા ચહેરા પર કેટલું સ્ટ્રેસ છે! સ્ટ્રેસ દૂર કરવાથી માથાનો દુખાવો મટી જશે. આ સ્ટ્રેસ એટલે છે કે આપણે હસવાનું ભૂલી ગયા છીએ. આટલી નાની ઉંમરે કઈ વાતનું આટલું સ્ટ્રેસ છે?’

‘દાદુ, નીટના પેપર લીક પછી મારા જેવા જેમણે આટલી મહેનત કરી સારો સ્કોર કર્યો એમની મહેનતનું શું? મારે પણ તમારી જેમ સારા ડોક્ટર બનવું છે. કેટલાક ખોટું કરી લાંચ આપી અમારા જેવા સ્કૉલરનું ભવિષ્ય બગાડશે. એ જ ટેન્શન છે.’

‘બેટા, તે અત્યાર સુધી તારું બેસ્ટ આપી તારું કર્મ કર્યું. આમ નીટના છાબરડા વિષેના સમાચાર જાેઈ એડમિશનની ચિંતા કર્યા કરવાનો અર્થ શું? તું સાયન્સ ભણે છે. એટલું તો જાણે છે ને કે જેમ ટેન્શન વધુ એમ મગજ સંકોચાય અને એની કાર્યક્ષમતા ઘટે! સ્માઇલ કરવાથી આપણાં ચહેરાના સ્નાયુઓ ખેંચાય, તેનાથી આપણાં મગજનું રિવર્સ મિકેનિઝમ કામ કરવા લાગે જેને કારણે હેપ્પી હોર્મોન્સ રીલીઝ થાય અને તે આપણું સ્ટ્રેસ લેવલ ઘટાડે.’

‘દાદુ, બધુ બરાબર પણ આટલાં સ્ટ્રેસ વચ્ચે હસવાનું કેમ શક્ય જ બને?! સતત ભણ ભણ કર્યું છે, બોર્ડમાં સ્કૂલ ટોપર રહી છું, નીટમાં પણ ખૂબ સારો સ્કોર કર્યો છતાં મને જાેઈતી કોલેજમાં એડમિશન મળશે કે કેમ તેનું ટેન્શન રહે છે. ’

‘અહીં જ ભૂલ કરે છે બેટા. ફક્ત ભણવાનું એ પૂરતું નથી. કોઈપણ ક્ષેત્રે સફળ કારકિર્દી ઘડવા માટે સ્ટ્રેસ મેનેજ કરતાં શીખવું પડશે. એ માટે રોજ થોડો સમય ફ્રેશ થવા બીજી ગમતી એક્ટીવીટી કર, મિત્રોને મળ, ખુલીને હસવાનું રાખ, હળવી થા. તને ખબર છે ખુલીને હસવાથી સ્ટ્રેસ લેવલ ઘણું ઓછું થઈ જાય. જ્યારે સ્ટ્રેસ લેવલ ઓછું હોય ત્યારે કોઈપણ પરિસ્થિતિમાં ર્નિણય લેવાની ક્ષમતા વધી જાય. હસવાથી આપણાં મગજમાં ઑક્સિજનથી ભરપૂર હવાનું પ્રમાણ વધે છે અને લોહીનું પરિભ્રમણ સુધરે છે. મગજમાં ઑક્સિજનથી સમૃધ્ધ બ્લડ સર્ક્‌યુલેશન વધે એટલે એ મગજનું સ્વાસ્થ્ય સુધારે. અલ્ઝાઇમર, ડીમેન્શિયા, યાદશક્તિ ઓછી થવી, બ્રેઇન સ્ટ્રોક અને ડિપ્રેશન જેવાં રોગોનું જાેખમ ઘટી જાય. એટલે કે યાદશક્તિ સારી રાખવા માટે હસતાં રહેવું જરૂરી છે.’

‘દાદુ, અલ્ઝાઇમર, ડીમેન્શિયા જેવાં બ્રેઇન રિલેટેડ ન્યૂરો ડીસીઝથી બચવા જ આજકાલ જયાં ત્યાં ગાર્ડનમાં લાફિંગ ક્લબ શરૂ થઈ ગઈ છે! સિનિયર સીટીઝન ત્યાં સાવ ખોટું ખોટું હસે! મને બહુ જ અજુગતું લાગે છે, સાવ ફેક સ્માઇલ અને કહે ઇમ્યુનિટી વધારવા અને રોગોથી બચવા લાફિંગ ક્લબ છે. મમ્મી-પપ્પા જાય છે. હેલ્થ માટે ફાયદો હશે કે કેમ, પણ હા, સવારમાં ફ્રેન્ડ્‌સ ભેગા થાય ને રોજ પાર્ટીનો માહોલ હોય!’

આ સંભાળી ડોક્ટર દાદાને એકદમ હસવું આવ્યું, ‘બેટા, તેં કહ્યું ને કે રોજ ફ્રેન્ડ્‌સ મળે ને પાર્ટી જેવો માહોલ હોય, તો એ જ તો માણસને દરેક જાતના સ્ટ્રેસમાં હળવા કરી દે. ખોટું ખોટું હસતાં માણસ સહજ ખુલીને હસવા લાગે અને સ્ટ્રેસ હોર્મોન્સનું લેવલ આપોઆપ ઘટી જાય. એટલે ઇમ્યુનિટી વધે. હાસ્ય મગજમાં એન્ડોર્ફિન્સનું ઉત્પાદન વધારે છે કે જે હેપ્પી હોર્મોન્સ છે. એને લીધે કુદરતી રીતે જ પીડા દૂર થાય અને ચિંતા તણાવમાં ઘટાડો થાય. મુડ સુધરી જાય. ટૂંકમાં ખુલીને હસવાથી ઇમોશનલ અને મેન્ટલ હેલ્થ સારી થાય.’

‘બેટા, તું ડોક્ટર બને કે બીજું કંઈ, હસતાં ચહેરા સૌને ગમે. સફળ કારકિર્દી માટે સોશિયલ રિલેશન ડેવલપ કરવા રહ્યા અને એ માટે તમારા ચહેરા પરનું સ્માઇલ તમારા વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવે છે. ખુશખુશાલ વ્યક્તિત્વ તરફ સ્વાભાવિક રીતે જ લોકો ખેંચાય અને સામેથી તમારી સાથે સંબંધ કેળવવા પ્રયાસ કરે. એટલે ખાલી સફળ કારકિર્દી માટે જ નહીં પણ જીવનમાં સફળ થવા માટે હસમુખ થવું જરૂરી છે... અરે હા, હસમુખ ભાઈની વાત નથી કરી હો... હસમુખ એટલે સ્માઇલિંગ પર્સનાલિટી.’ મુક્ત હાસ્ય સાથે ડોક્ટર દાદાએ આનલને કહ્યું.

હસતાં હસતાં આનલ બોલી, ‘દાદુ, આટલાં વર્ષો પછી પણ તમારી આટલી ધિકતી પ્રેક્ટિસ પાછળનું રાઝ મને મળી ગયું! તમે બધાને કેમ આટલાં પોતાના અને વ્હાલા લાગો છો એ આજે સમજાઈ ગયું. તમે શોર્ટકટ અપનાવી દવા આપીને મને ટેમ્પરરી માથાના દુખાવામાં રાહત આપી શક્યા હોત. પણ તમે ખોટી દવાઓથી મને દૂર રાખી અને જીવનમાં સફળતા અને સારા સ્વાસ્થ્ય માટેનો મંત્ર જ આપી દીધો! હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે.’

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution